Independence Day : 15 ઓગસ્ટે સમગ્ર દેશ આઝાદીની ઉજવણીમાં ડુબી જશે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે. દેશને સંબોધિત પણ કરશે. જશ્ન એ આઝાદીને જોતા દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ જ કડક કરી દેવામાં આવી છે. જે સમયે પીએમ મોદી લાલ કિલ્લા પર ઝંડો ફરકાવી રહ્યા હશે. તે સમયે દેશની રાજધાનીની સુરક્ષા 40,000 કરતા વધારે જવાનોના હાથમાં હશે. આ ઉપરાંત સુરક્ષા બંદોબસ્ત હેઠળ બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદીને 21 બંધુકોથી સલામી આપવામાં આવશે. આ વખતે 15 ઓગસ્ટે થઇ રહેલું આયોજન એટલા માટે પણ ખુબ જ સંવેદનશીલ છે કારણ કે અત્યારથી ત્રણ અઠવાડીયા બાદ દિલ્હીમાં G 20 બેઠકનું પણ આયોજન થવાનું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના કમિશ્નર, એચજીએસ ધાલીવાલે જણાવ્યું કે, G 20 ની મેજબાની કરી રહેલું ભારત આ વર્ષે જી-20 દેશોના નેતાઓની બેઠક દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનામાં થવાની છે. તેની સંવેદનશીલતાને જોતા એન્ટી ટેરર સ્ટેપ્સ પણ લેવાયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ અનેક અસામાજિક તત્વો છે અને તેને જોતા દિલ્હી પોલીસ જે પણ કરી શકે તેમ છે તે કરી રહી છે.
આ અગાઉ દિલ્હી પોલીસે 22 જુલાઇથી 16 ઓગસ્ટ સુધી દિલ્હીમાં પૈરા ગ્લાઇડર્સ, પૈરા મોટર્સ, હેંગ ગ્લાઇડર્સ, યુએવીએસ, અનનેમ્ડ એરક્રાફ્ટ સિસ્ટમ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, રિમોટથી સંચાલિત થનારા હોટ એર બલુન સહિતની અનેક ઉડતી વસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે પોતાના આદેશમાં કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠલ કાર્યવાહી કરવામાં આવશે. એવી આશા છે કે, સ્વતંત્રતા દિવસ પર આયોજીત કાર્યક્રમમાં આશરે 30,000 લોકોનો સમાવેશ થાય છે. તેમાં વીઆઇપી અને વીવીઆઇપીઓનો પણ સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં આશરે 30 હજાર લોકો જોડાશે. જેના પગલે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. આ ઉપરાંત દરેકે દરેક વાહનનું ખુબ જ કડક ચેકિંગ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ અંગે સુરક્ષા વ્યવસ્થાને અનેક સ્તરીય બનાવાઇ છે. આ સુરક્ષા વ્યવસ્થાને ચાક ચૌબંધ બનાવવામાં NSG, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, દિલ્હી પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ અન્ય વિસ્તારમાં સુરક્ષાની કમાન સંભાળી રહ્યા છે. લાલ કિલ્લામાં ઉચા સ્થાનો પર શાર્પશૂટર્સને તહેનાત કરવામાં આવ્યા છે. ત્યાંની દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી છે. કોઇ પણ હરકતનો મુંહતોડ જવાબ આપી શકે છે.
સમારોહ સવારે 9 વાગ્યાથી શરૂ કરીને બપોર સુધી ચાલશે. ત્યાર સુધીમાં સમગ્ર વિસ્તાર પર બારીકીથી નજર રાખવામાં આવશે. અહીં કોઇ પણ પ્રકારની શંકાસ્પદ એક્ટિવિટીને તુરંત જ ઝડપી લેવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર દિલ્હીના સીસીટીવી દ્વારા બારીક નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT