IND vs SL : ભારતની ઐતિહાસિક જીત, 73 રનમાં શ્રીલંકાની ઓલઆઉટ, સૌથી મોટો જીતનો રેકોર્ડ

નવી દિલ્હી : ભારતે શ્રીલંકાને ત્રીજી વન ડે મેચમાં 317 રનોથી પરાજીત કરીને ત્રણ મેચની સીરીઝ 3-0 થી કબ્જો કરી લીધો. મેચમાં શ્રીલંકાને જીત માટે…

gujarattak
follow google news

નવી દિલ્હી : ભારતે શ્રીલંકાને ત્રીજી વન ડે મેચમાં 317 રનોથી પરાજીત કરીને ત્રણ મેચની સીરીઝ 3-0 થી કબ્જો કરી લીધો. મેચમાં શ્રીલંકાને જીત માટે 391 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જો કે બીજી ટીમ 22 ઓવરમાં 73 રન બનાવીને ઓલઆઉટ થઇ હતી. શ્રીલંકાની અંતિમ ખેલાડી ઇજાગ્રસ્ત હોવાના કારણે બેટિંગ કરવા માટે આવ્યો નોહોતો. આ જીત સાથે ભારતીય ટીમે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું હતું. ટીમ ઇન્ડિયા વન ડે ઇન્ટરનેશનલના ઇતિહાસમાં રનોની દ્રષ્ટીએ સૌથી મોટી જીત પ્રાપ્ત કરનારી ટીમ બની ચુકી છે. અગાઉ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો. ન્યૂઝીલેન્ડે 2008 માં આયરલેન્ડને 290 રનોથી પરાજિત કરવામાં આવ્યું હતું. એટલે કે પહેલીવાર કોઇ ટીમે વન ડે ઇન્ટરનેશનલમાં 300 પ્લસ રનોથી જીત પ્રાપ્ત કરી છે.

શ્રીલંકન મેચ શરૂઆતથી જ નબળુ પ્રદર્શન કરી રહી હતી. શરૂઆતી 10 ઓવરમાં જ પાંચ વિકેટ ગુમાવી હતી. આ પાંચ વિકેટમાં જ ચાર વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. પાવર પ્લે બાદ શ્રીલંકન ટીમની વિકેટ પડી હતી અને તેને શરમજનક રેકોર્ડ પોતાને નામ કરી લીધો હતો.

શ્રીલંકા દ્વારા માત્ર ત્રણ બેટ્સમેન 2 આંકડાનો સ્કોર બનાવી શક્યા હતા. ઓપનર નુવાનિડુ ફર્નાડોએ 19, કાસુન રજિતાએ 13 અને કેપ્ટન દાસુન શનાકાએ 11 રન બનાવ્યા હતા. સિરાઝ ઉપરાંત ભારત દ્વારા મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો.

    follow whatsapp