મુંબઇ : ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટી-20 સીરીઝ વચ્ચે એક મોટી અપડેટ આવી છે. અંતિમ બે ટી-20 મેચ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. અંતિમ બે ટી-20 મેચ માટે ભારતીય ટીમમાં એક પરિવર્તન કરવામાં આવ્યું છે. વિકેટ કીપર બેટ્સમેન જિતેશ શર્માને ભારતીય ટીમના સ્કવોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ ટીમમાં સંજુ સેમસનનું સ્થાન લેશે.
ADVERTISEMENT
મુંબઇનો ખેલાડી પંજાબમાં દેખાડી ચુક્યો છે પોતાનું કૌવત
મુંબઇમાં આયોજીત પ્રથમ ટી 20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ઇજા થઇ હતી. સેમસનને કેચ પકડતા સમયે ઘુંટણમાં ઇજા પહોંચી હતી. આ કારણે તેઓ ભારતીય ટીમ સાથે પુણે ટ્રાવેલ નહી કરી શકે. ભારતીય ટીમમાં બીજી ટી-20 મેચના 24 કલાક પહેલા આ ફેરફાર કરવામાં આવ્યો હતો.
કોણ છે જિતેશ શર્મા?
મુળ મહારાષ્ટ્રનો વતની 29 વર્ષીય જિતેશ શર્મા રણજી ટ્રોફીમાં વિદર્ભ તરફથી રમે છે. સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તે પંજાબ કિંગ્સ માટે બેટિંગ કરે છે. હવે તેનો સમાવેશ ભારતીય ટીમમાં કરવામાં આવ્યો છે. ફિનિશર તરીકે તેમણે ગત્ત ઘણા સમયથી પોતાની રમતને ખુબ જ ઇમ્પ્રુવ કરી છે. જો તેને પ્લેઇંગ-11 માં સ્થાન મળે તો ટીમને ઘણો ફાયદો થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે, પહેલી મેચમાં ટી-20 મેચમાં માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. શર્માના રેકોર્ડ પર નજર કરીએ તો તેમને 47 લિસ્ટ એ મેચમાં 1350 રન બનાવ્યા છે. જ્યારે 76 ટી 20 મેચોમાં તેના ખાતામાં 1787 રન છે.
ADVERTISEMENT