IND vs AUS Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ ગયા રવિવારે આ મેચ જોતી વખતે યુપીના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના બની. જ્યાં પિતાએ તેના પુત્રને એટલા માટે મારી નાખ્યો કારણ કે તેણે મેચની વચ્ચે ટીવી બંધ કરી દીધું હતું.
ADVERTISEMENT
ખરેખર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે બધા ટીવી સામે જોઈને બેઠા હતા. ત્યારે ઉત્તર પ્રદેશના ચકેરીના અહિરવાના રહેવાસી ગણેશ પ્રસાદ અને દીપક નિષાદ પણ ટીવી પર મેચ જોઈ રહ્યા હતા. દરમિયાન પુત્ર દીપકે ટીવીની સ્વીચ ઓફ કરી દીધી હતી. જેના કારણે તેના પિતા ગણેશ પ્રસાદ સાથે તેનો ઝઘડો થયો હતો. પરિસ્થિતિ એટલી હદે વધી ગઈ કે ગણેશે તેના જ પુત્રનું કેબલ વડે ગળું દબાવી દીધું, પરિણામે તેનું મૃત્યુ થયું. ગયા સોમવારે પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા પિતા ગણેશ પ્રસાદે આ વાતનો ખુલાસો કર્યો છે.
તમને જણાવી દઈએ કે સોમવારે સવારે 11 વાગ્યે કાનપુર પોલીસને માહિતી મળી હતી કે ચકેરીના અહિરવા નિવાસી ગણેશ પ્રસાદના પુત્ર દીપક નિષાદની હત્યા કરવામાં આવી છે. અને તેના પિતા ગણેશ પ્રસાદે તેની હત્યા કરી છે.
પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા
પરિવારજનોની પૂછપરછમાં ખુલાસો થયો કે, ગણેશ અને દીપક વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. કારણ કે ગણેશ ડ્રગ્સનો વ્યસની હતો અને તેનો પુત્ર દીપક તેને અડચણ કરતો રહેતો હતો. આથી, દીપકની હત્યામાં પોલીસે શરૂઆતમાં એવું માન્યું હતું કે ગણેશે તેના પુત્ર દીપકની હત્યા નશાની લતનો વિરોધ કરતાં જ કરી હશે.
પિતાએ પોતાનો ગુનો કબૂલી લીધો
ગણેશ પ્રસાદ રવિવારે રાત્રે (મેચના દિવસે) પુત્રની હત્યા કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સોમવારે રાત્રે, જ્યારે પોલીસે તેના પુત્રની હત્યાના આરોપમાં ગણેશની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી તો તેણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો. ગણેશે કહ્યું ,કે રાત્રે હું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ જોઈ રહ્યો હતો. આ દરમિયાન પુત્રએ ટીવી બંધ કરી દીધું હતું. તેણે કહ્યું, પહેલા ખાવાનું બનાવો. આનાથી હું ચિડાઈ ગયો અને મેં તેની સાથે બોલાચાલી કરવાનું શરૂ કર્યું. લડાઈ વધી ત્યારે મને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં મેં તેનું વાયર (કેબલ) વડે ગળું દબાવી દીધું.
આ મામલે ચકેરીના ઈન્ચાર્જ એસીપી બ્રિજ નારાયણ સિંહનું કહેવું છે કે, બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ધરપકડ બાદ પિતાએ કબૂલ્યું હતું કે તેમનો પુત્ર રાત્રે ટીવી જોતા હતા ત્યારે ટીવીની સ્વીચ ઓફ કરી ગયો હતો. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ઝઘડો વધી જતાં ગણેશે તેના પુત્ર દીપકનું ઇલેક્ટ્રિક વાયર વડે ગળું દબાવી દીધું હતું. તેમની વચ્ચે ડ્રગ્સના વ્યસનને લઈને ઝઘડા થતા હતા. મેચ દરમિયાન ટીવી બંધ કરવાથી ઝઘડો વધુ વકર્યો હતો.
ADVERTISEMENT