Dheeraj Sahu News: આવકવેરા વિભાગે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદના ઠેકાણાઓ પરથી 351 કરોડની રોકડ જપ્ત કરી છે. ધીરજ પ્રસાદના ઠેકાણાઓ પરથી 500 અને 200 રૂપિયાની નોટોના એટલા બંડલ મળી આવ્યા કે ઈન્કમટેક્સના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. નોટો ગણવા માટે મશીનો લાવવામાં આવી હતી, પરંતુ કેટલાક મશીનો પણ બગડી ગયા હતા. પૈસાની ગણતરી માટે કેટલાક વધુ મશીનો અને અધિકારીઓને સામેલ કરવા પડ્યા હતા. હવે જાણો આ રિકવર થયેલી રોકડનું શું થશે…
ADVERTISEMENT
5 દિવસ સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન
વાસ્તવમાં આયકર વિભાગ (IT Department)ની ટીમે 6 ડિસેમ્બરે ધીરજ સાહુના ઠેકાણાઓ પર એક સાથે દરોડા પાડ્યા હતા. પાંચ દિવસ સુધી તેમના ઘરે સર્ચ ઓપરેશન ચાલ્યું અને બિનહિસાબી સંપત્તિનો ખુલાસો થયો. રિપોર્ટ અનુસાર, ધીરજ સાહુના ઠેકાણાઓ પરથી 351 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આવકવેરા વિભાગે કુલ 176 બેગમાંથી 140 બેગની ગણતરી પૂર્ણ કરી લીધી છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે આ અત્યાર સુધી પકડાયેલું સૌથી મોટું કાળું નાણું છે.
આ સ્થળોએ પાડવામાં આવ્યા હતા દરોડા
આવકવેરા વિભાગની આ કાર્યવાહી દારૂ(Liqour) સાથે સંબંધિત બિઝનેસમાં ટેક્સચોરીની આશંકાને કારણે શરૂ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે કરચોરીના આરોપમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી એક કંપનીના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં બૌદ્ધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ, બલદેવ સાહુ ઈન્ફ્રા લિમિટેડ, ક્વોલિટી બોટલર્સ અને કિશોર પ્રસાદ-વિજય પ્રસાદ બેવરેજ લિમિટેડ જેવી કંપનીઓના નામ સામેલ છે. ઝારખંડના રાંચી અને લોહરદગા ઉપરાંત ઓડિશાના બાલાંગીર, સંબલપુર, રાયડીહ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે.
શું કરે છે ધીરજ સાહુનો પરિવાર?
બૌદ્ધ ડિસ્ટિલરી રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના પરિવારની કંપની છે. આ કંપનીનો દારૂનો બિઝનેસ છે અને ઓડિશામાં તેની ઘણી દારૂ બનાવવાની ફેક્ટરીઓ છે. આ કારણોસર કંપનીના ઘણા સ્થળો પર ટેક્સ ચોરીના આરોપમાં દરોડા પાડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2009માં થયેલી પેટાચૂંટણીમાં પહેલીવાર ધીરજ સાહુ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જે બાદ તેઓ 2010માં બીજી વખત અને 2018માં ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા હતા.
આવકવેરાના નિયમો શું કહે છે?
ધીરજ સાહુના ઘરેથી મળેલી કરોડોની રોકડ વિશે આવકવેરાના નિયમોના નિષ્ણાતે જણાવ્યું કે, જે રીતે ધીરજ પ્રસાદના ઘરેથી કરોડોની રોકડ મળી આવી છે. જેના કારણે આગામી દિવસોમાં ટેક્સચોરીની તપાસ વધુ સઘન બની શકે છે. તેમણે કહ્યું કે આવકવેરાના નિયમો અનુસાર, જો અઘોષિત આવક મળી આવે તો ટેક્સની સાથે દંડની જોગવાઈ છે. ટેક્સ સ્લેબના આધારે 300 ટકા સુધી ટેક્સ અને પેનલ્ટી લાદવામાં આવી શકે છે. તેમનું કહેવું છે કે નિયમો અનુસાર ધીરજ સાહુના ઠેકાણાઓમાંથી રિકવર કરાયેલી રોકડ પાછી મેળવવી મુશ્કેલ છે. સાથે જ વધારાનો ટેક્સ પણ ચૂકવવો પડી શકે છે.
લગાવી શકે છે પેનલ્ટી
તેમણે કહ્યું કે, અઘોષિત સંપત્તિના કિસ્સામાં આવકવેરા વિભાગ તરફથી મહત્તમ ટેક્સ 33 ટકા લાગે છે, જેમાં 3 ટકા સરચાર્જ હોય છે. આ પછી 200 ટકા સુધીની પેનલ્ટી લગાઈ શકે છે. નિયમો અનુસાર, જો જપ્ત કરાયેલી મિલકત આ ચાલુ વર્ષની છે તો તેના પર કુલ 84 ટકા ટેક્સ અને દંડ વસૂલવામાં આવશે. પરંતુ જો આ કાળી કમાણી પાછલા વર્ષોની હોય તો તેના પર 99% સુધીનો ટેક્સ અને દંડ વસૂલ કરી શકાય છે.
ADVERTISEMENT