ઇઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે PM મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિને કર્યો ફોન, થઇ મહત્વપુર્ણ વાતચીત

નવી દિલ્હી : ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. આ દરમિયાન તેઓને યુદ્ધના કારણે પેદા…

PM Modi call iran president

PM Modi call iran president

follow google news

નવી દિલ્હી : ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. આ દરમિયાન તેઓને યુદ્ધના કારણે પેદા થયેલી સ્થિતિ વિશે સંપુર્ણ ચર્ચા કરી હતી. આ મામલે સોશિયલ મીડિયા X એટલે કે ટ્વીટર પર પીએમ મોદીએ માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ ચર્ચા દરમિયાન આતંકવાદ, આતંકવાદી ઘનટાઓ, આતંકવાદને સમર્થન, હિંસા અને નાગરિકોની દયનીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સમગ્ર વિશ્વ યુદ્ધના કારણે બે ભાગમાં વહેંચાયું

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ હમાસ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ બે પક્ષોમાં વહેંચાયેલું છે. કેટલાક દેશો હમાસ અને ઇરાનનું સમર્થન કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક દેશો ઇઝરાયેલનું સમર્થન કરી રહ્યા છે. ગાઝામાં ઇઝરાયેલી સેના દ્વારા હમાસના પ્રાથમિક અને માળખાકીય સુવિધાને નિશાન બનાવાઇ રહી છે. બીજી તરફ ઇરાન પણ હમાસ અને ગાઝાના સમર્થનમાં ઇઝરાયેલને સતત ધમકીઓ આપી રહ્યું છે.

Good exchange of perspectives with President @raisi_com of Iran on the difficult situation in West Asia and the Israel-Hamas conflict. Terrorist incidents, violence and loss of civilian lives are serious concerns. Preventing escalation, ensuring continued humanitarian aid and…

— Narendra Modi (@narendramodi) November 6, 2023

મોતનો આંકડો 10 હજારે પાર પહોંચી ચુક્યો છે

સૈન્યના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીના અનુસાર હમાસના અગાઉના હુમલાના જવાબની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ CNN, પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયને ટાંકતા જણાવ્યું કે હુમલામાં રહેણાંક વિસ્તાર, હોસ્પિટલો અને શરણાર્થી શિબિરોને નિશાન બનાવાયા હોવાથી કુલ 9700 થી 10 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યાની આશંકા છે.

    follow whatsapp