Bangkok જતી ફ્લાઈટમાં પતિ-પત્ની એવા બાખડ્યા કે પાયલોટનો જીવ તાળવે ચોંટ્યો, ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

IGI Airport News: ઉડતી ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ફ્લાઈટ બેંગકોક જઈ રહી હતી, પરંતુ તેમના…

gujarattak
follow google news

IGI Airport News: ઉડતી ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ફ્લાઈટ બેંગકોક જઈ રહી હતી, પરંતુ તેમના ઝઘડાને કારણે તેને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. લુફ્થાન્સા (Lufthansa)ના આ વિમાને સ્વિટ્ઝર્લેન્ડના મ્યુનિક (munich) શહેરથી ઉડાન ભરી હતી. જે બાદ વિમાનમાં પતિ-પત્ની અચાનક ઝઘડો કરવા લાગ્યા. ઝઘડો કરનાર શખ્સ જર્મનીનો હતો, જ્યારે તેની પત્ની થાઈલેન્ડની હતી. તેમની લડાઈને કારણે બુધવારે સવારે 10.26 વાગ્યે ફ્લાઈટને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો

રિપોર્ટ્સ અનુસાર, મ્યુનિકથી બેંગકોક જઈ રહેલી લુફ્થાન્સાની ફ્લાઈટ (LH772)માં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે કેબિન ક્રૂએ પ્લેનને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે પહેલા પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ અને પછી તેઓ ઝઘડવા લાગ્યા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનો પતિ નશામાં હતો.

પાકિસ્તાને ન આપી લેન્ડિંગની મંજૂરી

સમાચાર એજન્સી ANIએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમની લડાઈને કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. વિમાનને પહેલા પાકિસ્તાન પાસેથી તેના એક એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી માંગી હતી, પરંતુ કોઈ કારણસર આ પરવાનગી આપવામાં આવી ન હતી. પાકિસ્તાને ફ્લાઇટના ક્રૂને લેન્ડ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી તેને દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. લડાઈ કરનાર પુરુષ મુસાફરને નીચે ઉતારીને સુરક્ષા અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. લુફ્થાંસા એર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તેમના નિવેદનની રાહ જોવાઈ રહી છે.

    follow whatsapp