નવી દિલ્હી : પીલીભીત એન્કાઉન્ટર કેસ મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે 43 પોલીસ કર્મચારીઓને સજા ફટકારી છે. પોલીસ કર્મચારીઓને 7 વર્ષની કડક સજા અને 10-10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. જુલાઇ 1991 માં તીર્થયાત્રા કરવા જઇ રહેલા 10 શીખોને આતંકવાદી ગણાવીને બસમાંથી ઉતારીને ઠાર મારવામાં આવ્યાહ તા. પોલીસનો દાવો હતો કે, ઠાર મારવામાં આવેલાલ તમામ લોકો ખાલિસ્તાન લિબરેશન ફ્રંટ સાથે જોડાયેલા હતા. આ મુદ્દેસુનાવણી કરતા કોર્ટે ટાંક્યું કે, પોલીસે પોતાની પાસે રહેલી સત્તાનો દુરૂપયોગ કર્યો હતો. આ મુદ્દે એક સાધે 43 પોલીસ કર્મચારીઓને સજા ફટાકારી હતી.
ADVERTISEMENT
ત્રણ પોલીસ દ્વારા અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે આ મુદ્દે પુરનપુર, ન્યૂરિયા અને બિલસંડા પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ કેસ દાખલ કર્યા છે. વિવેચના બાદ પોલીસે આ મુદ્દે ફાઇનલ રિપોર્ટ દાખલ કર્યો હતો. એક વકીલે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે જનહિત અરજી દાખલ કરી હતી. સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે 15 મે 1992 ના દિવસે આ મુદ્દે તપાસ સીબીઆઇને સોંપી હતી. સીબીઆઇએ આ મુદ્દે વિવેચના બાદ 57 પોલીસ કર્મચારીઓની વિરુદ્ધ પુરાવાઓના આધારે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આ મુદ્દે 47 ને દોષીત ઠેરવ્યા હતા. જ્યારે 2016 સુધી 10 લોકોના મોત થઇ ચુક્યા હતા.
સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં 178 સાક્ષી બનાવ્યા હતા
સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં 178 સાક્ષી બનાવ્યા હતા. પોલીસ કર્મચારીઓના હથિયાર, કારતુસો સહિત 101 પુરાવા શોધવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ 207 દસ્તાવેજોને પણ પોતાની 58 પાનાની ચાર્જશીટમાં પુરાવા તરીકે જોડી હતી.
ADVERTISEMENT