અમદાવાદ : આગામી 2024 માં લોકસભાની ચૂંટણી આવી રહ્યા છે. ભાજપે અત્યારથી જ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને હવે 13 મહિનાનો સમય બાકી છે. જો કે ભાજપ દ્વારા 60+ ના લોકોની થિયરીમાં ગુજરાત વિધાનસભામાં સફળ થયા બાદ હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પણ મોટો ખેલ કરવાની તૈયારીમાં છે. પાર્ટી પોતાના સૌથી મજબુત ગઢ ગણાતા ગુજરાતમાં વધારે એક એક્સપરિમેન્ટ કરવાની તૈયારીમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ 26 લોકસભા સીટ છે જે તમામ ભાજપ પાસે છે. ભાજપે 2019 માં ક્લિન સ્વીપ કર્યું હતું. તેવામાં હવે ભાજપ કુલ 22 સાંસદોની ટિકિટ કાપે તેવી તૈયારીઓ કરી દીધી છે.
ADVERTISEMENT
ભાજપ લોકસભામાં તમામ સીટ મોટા માર્જિનથી કબ્જે કરવા તૈયાર
ગુજરાતમાં ભાજપ દ્વારા હવે લોકસભા બેઠકોને મોટા માર્જિનથી કબજે કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં હવે પાર્ટીની વ્યુહ રચના ન માત્ર મોટા માર્જિનથી જીત પ્રાપ્ત કરવી પરંતુ સાથે સાથે નવા ચહેરાઓેને તક આપવા પર પણ ફોકસ કરી રહી છે. પાર્ટી સુત્રો અનુસાર 26 પૈકી 22 સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓની ટિકિટ પણ કાપવાની તૈયારી પાર્ટીએ કરી લીધી છે.હાલમાં કેન્દ્રમાં મંત્રી રહેલા મનસુષ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પણ ચૂંટણી લડશે. પાર્ટી બંન્ને નેતાઓને રાજ્યસભામાં રિપીટ કરે કે કેમ તે અંગે પણ સવાલો છે. તેવામાં અનેક મોટા નેતાઓને આંચકો લાગી શકે છે.
આટલા સાંસદોના પત્તા કપાય તેવી શક્યતા
સુત્રો અનુસાર પૂનમ માડમ (જામનગર), રમેશ ધડુક (પોરબંદર), મોહન કુંડારિયા (રાજકોટ), મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર), ડો. કિરીટ સોલંકી (અમદાવાદ-વેસ્ટ), હસમુખ પટેલ (અમદાવાદ-ઇસ્ટ) શારદાબહેન પટેલ (મહેસાણા), ભારતી ડાભી (પાટણ), દીપ સિંહ રાઠોડ (સાબરકાંઠા) પરબત પટેલ (બનાસકાંઠા) દર્શના જરદોશ (સુરત) પ્રભુ વસાવા (બારડોલી), કેસી પટેલ (વલસાડ), રંજનબહેન ભટ્ટ (વડોદરા), જસવંત સિંહ ભાભોર (દાહોદ), રતનસિંહ રાઠોડ (પંચમહાલ), દેવુસિંહ ચૌહાણ (ખેડા), રાજેશ ચુડાસમા (જૂનાગઢ), નારણ કાછડિયા (અમરેલી) અને મિતેશ પટેલ (આણંદ) નું પત્તુ કપાય તો નવાઇ નહી. જો કે હાલ તો આ તમામ સમાચાર સુત્રો પાસેથી આવી રહ્યા છે. નિર્ણય લેવાય ત્યાર બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT