નવી દિલ્હી : રાજસ્થાનના જોધપુરમાં 28 વર્ષીય યુવતી સાથે યૌન શોષણની ઘટના બની છે. યુવતી યૂટ્યુબર વ્લોગ બનાવી રહી હતી ત્યારે 25 વર્ષીય આરોપીઓ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે યુવતી સામે ગંદી હરકતો કરી હતી. પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવવા લાગ્યો હતો. યુવતી વીડિયો બનાવતી હોવાથી આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ અંગે મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલિવાલે આ વીડિયો ટ્વીટ કર્યું હતું.
ADVERTISEMENT
આ ઘટના બાદ યુવતીએ ઘટનાનો ઉલ્લેખ કરતો આ વીડિયો પોતાના વ્લોગ પર પોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ પોલીસ આ ઘટનાની જાણ થઇ હતી. આરોપીની ઓળખ પણ થઇ ચુકી છે. આ યુવકની ઓળખ દીપક તરીકે થયો છે. જ્યારે આરોપી દીપકે જોયું કે કોરિયન યુવતી એકલી છે. તો તેણે પહેલા તેનો પીછો કર્યો અને પછી પોતાનું ગુપ્તાંગ કાઢીને તેને દેખાડવા લાગ્યો હતો. જો કે યુવતી પહેલાથી જ સમજી ગઇ હતી કે તે યુવક તેનો પીછો કરી રહ્યો છે. જેના કારણે તે અટકી તો યુવક તેની આગળ જતો રહ્યો હતો.
ત્યાર બાદ યુવતી તેનો પીછો છોડાવવા માટે બીજી તરફ જવા લાગી તો પોતાનો પ્રાઇવેટ પાર્ટ તેને બતાવવા લાગ્યો હતો. જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને બુમો પાડીને લોકોને બોલાવતા દીપક ભાગી ગયો હતો. જો કે આરોપી યુવક ગાયબ થઇ ગયો હતો. યુવતી થોડા સમય માટે યુવતી ખુબ જ ગભરાઇ ગઇ હતી. યુવતી આ ઘટનાથી ખુબ જ નિરાશ થઇ ચુકી છે. તેને ભારતનો ખુબ જ કડવો અનુભવ થયો છે. ભારતની આબરૂના લીરે લીરા એક યુવકના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર અડી ગઇ હતી.
આ મામલે એસએચઓ દિનેશ લખાવતનું કહેવું છે કે, દીપક નજીકના વિસ્તારનો રહેવાસી છે. હાલ તેની ધરપકડ થઇ ચુકી છે. તે માનસિક બિમાર છે. આસપાસના વિસ્તારોમાં સતત ભટકતો રહે છે. પીડિતા દ્વારા કોઇ ફરિયાદ નહી નોંધાવાતા આખરે પોલીસે શાંતીભંગની ફરિયાદ દાખલ કરીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોરિયન યુટ્યુબર યુવતીઓની મુંબઇમાં છેડતી થઇ હતી. આ છેડતીમાં એક યુવકે યુવતીને ચાલુ વીડિયોમાં જ કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT