નવી દિલ્હી : દારૂના નશામાં ફ્લાઇટમાં પેશાબ કરવાનો એક મામલો સામે આવ્યો છે. ન્યૂયોર્કથી નવી દિલ્હી જઇ રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં સવાર એક વ્યક્તિએ રવિવારે એક અન્ય યાત્રી પર પેશાબ કરી દીધો હતો. આરોપી યાત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે. એરલાઇન્સે યાત્રીઓની આ હરકતની માહિતી તંત્રને આપી હતી. ત્યાર બાદ સિવિલ એવિએશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. અમેરિકન એરલાઇન્સે ફ્લાઇટમાં સવાર યાત્રીઓના નિવેદન નોંધ્યા છે. ડીજીસીએનું કહેવું છે કે, આરોપી યાત્રીને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. આ મામલે ફરિયાદ પણ દાખલ કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
એરલાઇન્સે યાત્રીની આ હરકતની માહિતી તંત્રને આપી હતી, ત્યાર બાદ સિવિલ એવિએશન એક્ટ હેઠળ માહિતી આફી. ત્યાર બાદ સિવિલ એવિએશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત જ અમેરિકન એરલાઇન્સે ફ્લાઇટમાં રહેલા યાત્રીઓના નિવેદનો પણ નોંધી લીધા છે. ડીજીસીએનું કહેવું છે કે, આરોપી યાત્રીને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. આ મામલે ફરિયાદ પણ દાખલ થઇ રહી છે. આ ઘટના અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA292 માં થઇ હતી. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એરવિવારે રાત્રે આશરે નવ વાગ્યે દિલ્હીના આંતરાષ્ટ્રીય હવાઇમ મથક પર વિમાન ઉતરતાની સાથે જ આરોપી વ્યક્તિને ઝડપી લીધો હતો.
એરલાઇન્સના કર્મચારીએ જણાવ્યું કે, આરોપી ભારતીય નાગરિક દારૂના નશામાં હતો. આરોપ છે કે, તેના સહયાત્રીઓ સાથે બોલાચાલી દરમિયાન તેના પર પેશાબ કરી દીધો હતો. આ મામલે પીડિત યાત્રીએ આ મામલે એક ફરિયાદ પણ આપી છે.
ફ્લાઇટમાં પેશાબકાંડના ત્રણ મામલા
26 નવેમ્બર, 2022
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દારૂના નશામાં ધુત યાત્રીએ વૃદ્ધ મહિલા પર પેશાબ કરી દીધી હતી. આરોપી વ્યક્તિનું નામ શંકર મિશ્રા હતું, જેને મહિલા ની ફરિયાદ પર ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યાર બાદ તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવી હતી. મહિલાનો આરોપ હતો કે આરોપી શંકર દારૂના નશામાં ધુત્ત તેની સામે આવ્યો અને પેશાબ કરવા લાગ્યો હતો.
6 ડિસેમ્બર, 20222
પેરિસથી દિલ્હીમાં આવી રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટમાં એવી જ ઘટના થઇ હતી. દારૂના નશામાં એક પુરૂષ યાત્રીએ મહિલા યાત્રીએ કંબલ પર પેશાબ કરી દીધો હતો. ત્યાર બાદ પુરૂષ યાત્રીએ લેખિતમાં માફી માંગી હતી.
4 માર્ચ, 2023
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં ત્રીજી ઘટના થઇ। આરોપી વિદ્યાર્થી અમેરિકામાં અભ્યાસ કરતો હતો. આરોપી ખુબ જ નશામાં હતો. સુતા સમયે તેણે પેશાબ કરી દીધું હતું.બાજુમાં બેઠેલા યાત્રી પર પેશાબ આવી ગયું હતું. જેમાં ક્રૂથી તેની ફરિયાદ કરી દીધી હતી.
ADVERTISEMENT