DELHI METRO માં હવે આ જ હરકત બાકી હતી, વૃદ્ધા બેઠા હતા અને કપલે શરૂ કરી આ હરકત

નવી દિલ્હી : દિલ્હી મેટ્રો હવે જાણે કે બિભત્સ હરકતો કરવા માટેનું એપી સેન્ટર બનતી જઇ રહી છે. વારંવાર નવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે.…

Delhi Metro Viral Video

Delhi Metro Viral Video

follow google news

નવી દિલ્હી : દિલ્હી મેટ્રો હવે જાણે કે બિભત્સ હરકતો કરવા માટેનું એપી સેન્ટર બનતી જઇ રહી છે. વારંવાર નવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જે દિલ્હી મેટ્રોને બદનામ કરે છે. મેટ્રો અંદર અશ્લીલ હરકત કરનારાઓ પર કાર્યવાહીના કડક આદેશ આપવામાં આવ્યા છે, જો કે તેમ ફચા પણ કેટલાક લોકોને નિયમોથી કોઇ ફરક પડતો નથી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે ડીએમઆરસીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો મેટ્રોની અંદર અથવા પ્લેટફોર્મ પર કોઇ પણ વ્યક્તિ અશ્લીલ હરકત કરતા કે ઇંસ્ટા રીલ બનાવતો જોવા મળશે તો તેની પર કડક કાર્યવાહી થશે. હાલ એક આવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેટ્રોની અંદર એક કપલ એક બીજાને ગળે લગાવીને અશ્લીલ હરકત કરતું જોઇ શકાય છે. તેને જરા પણ ફરક નથી પડી રહ્યો કે મેટ્રોની અંદર બીજા લોકો બેઠેલા છે. બાજુમાં એક વૃદ્ધ મહિલા પણ બેઠેલા છે. બંન્ને પોતાની અશ્લીલ રોમાન્સમાં જ મસ્ત છે. મેટ્રોમાં જ બેઠેલા એક વ્યક્તિએ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. જે જોત જોતામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

સામાજિક કાર્યકર્તા બરખા ત્રેહને આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કર્યો અને ડીએમઆરસીને ટેગ કરતા કહ્યું કે, દિલ્હી મેટ્રોમાં અશ્લીલતા વધતી જઇ રહી છે, જાહેર સ્થલો પર આવી હરકો અન્ય લોકોને અસહજ કરે છે. તેના પર કોઇ વિચાર કરવો જોઇએ. હાલ તો આ વીડિયો અંગે લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ કોઇ પહેલીવાર નથી જ્યારે દિલ્હી મેટ્રોની અંદર આવી અશ્લીલ હરકતો કરતો કપલનો વીડિયો વાયરલ થયો હોય.

    follow whatsapp