ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કારણ કે, સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. ખરેખર, ઈમરાન ખાનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
ADVERTISEMENT
આ અંગે કોર્ટ ગુરુવારે જ ચુકાદો આપશે. કોર્ટે ઈમરાન ખાનને એક કલાકમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કહ્યું કે આ સમય ભવિષ્ય માટે એક દાખલો બેસાડવાનો છે. પાકિસ્તાનને જેલ નહીં બનવા દઈએ. તપાસ એજન્સી NAB એ દેશને ઘણું બગાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાનની ધરપકડને હાઇકોર્ટ યોગ્ય ઠેરવી ચુકી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને પલટી દેતા ઇમરાન ખાનની ધરપકડને બિનકાયદેસર ગણાવી છે.
ADVERTISEMENT