Manipur Violence: મણિપુરમાં હિંસા વચ્ચે બુધવારે બે મહિલાઓ સાથે ક્રૂરતાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષ સરકાર પર આક્રમક છે. બીજી તરફ સુત્રોએ જણાવ્યું કે, વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના નેતા આવતા અઠવાડિયાના અંતમાં મણિપુર જઇ શકે છે. સોમવારે સંસમદાં વિપક્ષી દળોની બેઠકમાં તારીખ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મણિપુર જવાના સંકેતો આપી ચુક્યા છે. તૃણમુલ કોંગ્રેસ (TMC) ચીફ બેનર્જીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યની મુલાકાત કરવા અંગે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી રહી છે. સુત્રો અનુસાર તેમણે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીને પણ મણિપુર મુલાકાત અંગે વાતચીત કરી છે.
વિપક્ષી દલોના ગઠબંધન ઇન્ડિયામાં કોણ પાર્ટીઓ છે?
વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયામાં કોંગ્રેસ, ટીએમસી, આપ, જેડીયુ, શરદ પવારની એનસીપી, પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના, મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનની ડીએમકે, લેફ્ટ, ઝારખંડના સીએમ હેમંત સોરેનની જેએમએમ અને આરજેડી સહિત 26 દળ છે.
ચાર લોકોની ધરપકડ થઇ
મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને તેમની પરેડ કરાવવાનો વીડિયો બુધવારે સામે આવ્યો. પોલીસના અનુસાર આ મામલો 4 મેનો છે. ઘટના અંગે ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે એરેસ્ટ કરાયેલા ચાર લોકોમાંથી એક અંગે કહ્યું કે, તેઓ ફાઇનોમ ગામમાં થયેલી ઘટનામાં રહેલી ભીડનો હિસ્સો હતો. તેણે વીડિયોમાં પીડિત મહિલાઓ પૈકી એકને ઘસડતો જોઇ શકાય છે. પોલીસે એરેસ્ટ કરેલા ચાર લોકો પૈકી એક અંગે કહ્યું કે, થાઉબલ જિલ્લામાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ 32 વર્ષીય હુઇરેમ હેરાદાસ સિંહ તરીકે થઇ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર કહી રહી છે કે, આ મામલે દોષિતોને છોડવામાં નહી આવે.
ADVERTISEMENT