નવી દિલ્હી : કેન્દ્ર સરકારે માર્ગ દુર્ઘટનાના કિસ્સામાં ઘટાડો લાવવા માટે હિટ એન્ડ રન કાયદામાં સંશોધન કર્યું છે. જો તેના વિરોધમાં સમગ્ર દેશમાં ટ્રાન્સપોર્ટ ડ્રાઇવરો વિરોધ કરી રહ્યા છે. ટ્રકોની હડતાળના કારણે દેશની સપ્લાઇ ચેઇન ઠપ્પ થઇ ચુકી છે. જેના કારણે પેટ્રોલ પંપમાં વાહનોની લાંબી લાઇનો લાગી છે. આ સ્થિતિને કાબુમાં કરવા માટે હવે તંત્ર કામે લાગ્યું છે.
ADVERTISEMENT
ચંડીગઢમાં પેટ્રોલ-ડીઝલ માટે વાહન ચાલકોની પડાપડી
કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢના પેટ્રોલ પંપમાં વાહનોની લાંબી લાઇનો લાગી છે અને લોકો પેટ્રોલ-ડિઝલ માટે પરેશાન થઇ રહ્યા છે. ઇંધણ ટેંકરોના ડ્રાઇવરોની હડતાળથી ચંડીગઢ પણ દુર નથી. પેટ્રોલ અને ડીઝલનો પુરવઠ્ઠો ઘટી ચુક્યો છે. જેને જોતા જિલ્લા મેજીસ્ટ્રેટ ચંડીગઢે આદેશ બહાર પાડીને ચંડીગઢમાં ઇંધણ સ્ટેશનો પર પેટ્રોલ-ડીઝલના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.
તત્કાલ અસરથી કલેક્ટરે આદેશ લાગુ કરવા જણાવ્યું
તત્કાલ પ્રભાવથી દ્વીચક્રી વાહનોને મહત્તમ 2 લીટર એટલે કે 200 રૂપિયા અને ફોર વ્હીલ વાહનોને મહત્તમ 5 લિટર એટલે કે 500 રૂપિયાનું પેટ્રોલ ભરવા માટેનો આદેશ આપ્યો છે. ડીએમે પેટ્રોલમાં આવી રહેલા અસ્થાયી વ્યાધાનને આ સમય દરમિયાન તમામ પેટ્રોલ-ડીઝલ મળી શકે તેના માટે આ પગલું ઉઠાવવામાં આવે તે જરૂરી છે.
પેટ્રોલ પંપ સંચાલકોને નિયમનું પાલન કરવા આદેશ કર્યો
પેટ્રોલ પંપ સંચાલકોને આ નિયમોનું પાલન કરા માટે આદેશ આપ્યો છે. ગ્રાહકો લગાવાયેલા પ્રતિબંધોમાં સહયોગ કરવાની અપીલ કરી છે. જિલ્લા મેજીસ્ટ્રેટે તે વાતને ભારપુર્વક જણાવ્યું કે, આ ઉપાય સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી જ લાગુ રહેશે. હાલની સ્થિતિને સંભાળવા માટે સુરક્ષા પગલું છે. ઓઇલ માર્કેટિંગ કંપની અને પંજાબ હરિયાણા રાજ્યના સમન્વયથી ચંડીગઢમાં પેટ્રોલ ડિઝલનો પુરવઠ્ઠો પુર્વવત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ADVERTISEMENT