હલ્દાની : ઉત્તરાખંડમાં દબાણ સામે ધામી સરકારનું બુલડોઝર સતત ચાલી રહ્યું છે. આ સંદર્ભે મહાનગર પાલિકાની ટીમ ભારે પોલીસ ફોર્સ સાથે મલિકના બગીચામાં પહોંચી હતી. અહીં જેસીબી વડે ગેરકાયદે મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવાનું કામ શરૂ થયું હતું ત્યારે મુસ્લિમ મહિલાઓ અને યુવાનોએ વિરોધ શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ અનેક પોલીસ વાહનોને આગ ચાંપી દીધી છે.
ADVERTISEMENT
સરકાર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ
ઉત્તરાખંડમાં દબાણ સામે ધામી સરકારનું બુલડોઝર સતત ચાલી રહ્યું છે. આ ક્રમમાં આજે હલ્દવાનીના બાનભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુલડોઝર ગર્જ્યું. મલિકના બગીચામાં ગેરકાયદેસર મદરેસા અને નમાઝના સ્થળે મહાનગરપાલિકા અને પોલીસની ટીમની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન અરાજકતાવાદી તત્વોએ પોલીસ પ્રશાસન અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો. એસડીએમ સહિત અનેક પોલીસકર્મીઓ અને પત્રકારો પણ ઘાયલ થયા છે.
બિનકાયદેસર દબાણ તોડી પડાતા મુસ્લિમ મહિલાઓનો વિરોધ
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની ટીમ ભારે પોલીસ દળ સાથે મલિકના બગીચામાં પહોંચી હતી. અહીં જેસીબી વડે ગેરકાયદે મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવાનું કામ શરૂ થયું હતું ત્યારે મુસ્લિમ મહિલાઓ અને યુવાનોએ વિરોધ શરૂ કર્યો હતો.
મહિલાઓને આગળ રાખી અસામાજિક તત્વોનો પથ્થરમારો
થોડી જ વારમાં અરાજકતાવાદી તત્વોએ પોલીસ, વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર ભારે પથ્થરમારો શરૂ કર્યો. આ પથ્થરમારામાં એસડીએમ અને કોર્પોરેશનના કર્મચારીઓ સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આટલું જ નહીં, જેસીબીને નિશાન બનાવી પથ્થરમારો થતાં તેના કાચ તૂટી ગયા હતા.તોફાની તત્વોને વિખેરવા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
ટીયરગેસના શેલ છોડવા છતા સ્થિતિ બેકાબુ
ભારે વિરોધ છતાં મહાનગરપાલિકાની ઝુંબેશ ચાલુ રહી હતી. મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય, સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંહ, એસડીએમ પરિતોષ વર્મા સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે લોકોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પથ્થરમારો બંધ ન થતો જોઈ પોલીસે તોફાની તત્વોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
પોલીસના અનેક વાહનો આગ હવાલે, સ્થિતિ બેકાબુ
પ્રદર્શનકારીઓએ અનેક પોલીસ વાહનોને આગ ચાંપી દીધી છે. એટલું જ નહીં, બાન ભુલપુરા પોલીસ સ્ટેશન પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ દળ દ્વારા હવાઈ ગોળીબાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT