ઇસ્લામાબાદ : પાકિસ્તાનની સરહદ પાર કરીને ભારત પહોંચેલી સીમા હૈદરનો મામલો હવે સતત વિવાદિત બની રહ્યો છે. સીમાને પાકિસ્તાન પરત મોકલવા અંગે કચ્છના ડાકૂ રાનો શારે ધમકી આપી છે. રાનોએ કહ્યું કે, બે દિવસમાં સીમા હૈદરને પાકિસ્તાન નહી મોકલે તો તેઓ મંદિરો પર હુમલો કરશે. પાકિસ્તાનના ડાકુની ધમકીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના કબ્જી પાર્ટનર માટે ગ્રેટર નોએડાના રબૂપુરા પહોંચેલી સીમા હૈદર સમાચારોમાં છવાયેલી છે. પાકિસ્તાનના ડાકુ રાનો અને તેના સાથીઓને ધમકી આપતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાની ડાકુની ધમકી અંગે સીમાએ પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું હતું. સીમાએ કહ્યું કે, તેના કારણે કોઇને સમસ્યા ન થાય. પાકિસ્તાનમાં આમ પણ હિંદુઓને પરેશાન કરવામાં આવે છે. હિંદુ ત્યાં ખુલીને કોઇ તહેવાર પણ નથી ઉજવી શકતો. સીમાએ કહ્યું કે, તે પ્રેમ માટે પોતાની મરજીથી પાકિસ્તાન છોડીને આવી છે. પરત પાકિસ્તાન નહી જાય.
ડાકુની ધમકી અંગે સીમાએ મોટી વાત કરી છે. સીમાએ કહ્યુંકે, આ તમામ ગુલામ હૈદરના સંબંધીઓ છે જે ધમકી આપી રહ્યા છે. મારી ખાતર ત્યાં હિંદુઓને પરેશાન ન કરવામાં આવે હું અહીં મરી જઇશ.જો કે પાકિસ્તાન નહી જઉ. પાકિસ્તાનમાં રહેનારા હિંદુઓને અપીલ કરીશ કે તેઓ કાયદાની મદદ કરે.
સીમા અને સચીનનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર સીમા હૈદર અને સચિન મીણાના કેટલાક વીડિયો વાયરલ છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો સીમા દ્વારા નેપાળમાં બનાવવામાં આવ્યા હતા. હિંદી ફિલ્મી ગીતો પર બનાવેલા આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીમા અને સચિને પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા બાદ એક અઠવાડીયું ત્યાં પસાર કર્યું હતું.
ADVERTISEMENT