જો આમ જ ચાલ્યું તો દોઢ મહિના બાદ પાકિસ્તાન દેવાળું ફુંકશે, વિદેશમાંથી આવતી ભિક્ષા બંધ

નવી દિલ્હી : આર્થિક તંગી સામે જઝુમી રહેલું પાકિસ્તાન હવે દેવાના બોજ દળે દબાઇ ચુક્યું છે. જ્યાંથી બહાર નિકળવાના રસ્તો હવે સરળ નથી રહ્યો. આંતરરાષ્ટ્રીય…

gujarattak
follow google news

નવી દિલ્હી : આર્થિક તંગી સામે જઝુમી રહેલું પાકિસ્તાન હવે દેવાના બોજ દળે દબાઇ ચુક્યું છે. જ્યાંથી બહાર નિકળવાના રસ્તો હવે સરળ નથી રહ્યો. આંતરરાષ્ટ્રીય મેચ પર સતત મદદ માંગી રહેલા પાકિસ્તાનનો વિદેશી મુદ્રાનો ભંડાર ગત્ત ત્રણ વર્ષમાં પોતાના સૌથી નિચલા સ્તર પર પહોંચી ચુક્યું છે. સેન્ટ્રલ બેંકના ડેટા અનુસાર, પાકિસ્તાનનો વિદેશી રકમ 303 મિલિયન ડોલરમાંથી ઘટીને 7.50 બિલિયન ડોલર સુધી પહોંચી ચુકી છે. જુલાઇ 2019 થી માંડીને અત્યાર સુધી પાકિસ્તાનનો વિદેશી હુંડીયામણ સૌથી નીચલા સ્તર પર છે.

પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ રેકોર્ડ નિચલા સ્તર પર
જિયો ન્યૂઝ અનુસાર ગત્ત 30 સપ્ટેમ્બરે પાકિસ્તાનનો વિદેશી હુંડીયામણ7.89 અબજ ડોલર નોંધાયો છે. જેમાત્ર એક અઠવાડીયા એટલે કે 7 ઓક્ટોબરે તે ઘટીને 7.59 અબજ ડોલર થઇ ચુક્યું છે. પાકિસ્તાનના ખજાનામાં માત્ર 6 અઠવાડીયા સુધી ચાલી શકે તેટલા જ નાણા બચ્યા છે. એટલે કે આશરે ડોઢ મહિના બાદ જો કોઇ રસ્તો નહી કરે તો પાકિસ્તાન દેવાળીયું બની જશે. સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું કે, વિદેશી હુંડીયામણમાં ઘટાડાને કારણે બહારના દેશોનું દેવું ચુકવવાનું પણ બાકી છે. જેમાં કોમર્શિયલ લોન અને યૂરોબોન્ડનો પણ સમાવેશ થાય છે.

ડિફોલ્ટર ન બને તે માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભિક્ષાવૃતી કરી હતી
દેવા તળે દબાઇ રહેલા પાકિસ્તાને ડિફોલ્ટર થતા બચવા માટે તથા પોતાના હૂંડીયામણને મજબુત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર આર્થિક મદદ માંગી હતી. જો કે સહાય આવે તે પહેલા પડી રહેલા પાકિસ્તાનને પુરનું પાટુ પડ્યું હતું. જેના કારણે પાકિસ્તાનનો એક મોટો હિસ્સો બરબાદ થઇ ગયો હતો. આ પુરના કારણે માત્ર પાકિસ્તાનના કેટલાક પ્રદેશો જ નહી પરંતુ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ ડુબી ગઇ હતી. આમાથી બચવા પણ પાકિસ્તાને વિશ્વ તરફ કટોરો લંબાવ્યો હતો.

પાકિસ્તાનમાં રાજનીતિક અસ્થિરતા અને પુરના કારણે પડતા પર પાટુ
હાલમાં પાકિસ્તાનમાં રાજનીતિક અસ્થિરતા અને વિદેશી હુંડીયામણમાં ઘટાડો થવાના કારણે દેશની આર્થિક વ્યવસ્થા ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. ખાસ કરીને પાકિસ્તાન માટે આ ચિંતાનો વિષય છે. આાત વધવાના કારણે વિદેશી હુંડીયામણ દર અઠવાડીયે 300 થી 400 મિલિયન ડોલર ઘટતું જઇ રહ્યું છે. પાકિસ્તાનનું વિદેશી હુંડીયામણનો ભંડાર 8 અબજ ડોલરથી નીચે આવી ગયો છે. જે અન્ય ઘણા દેશો માટે ખતરાની ઘંટી છે.

    follow whatsapp