નવી દિલ્હી : લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મણિપુરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મોદી ઇચ્છે 100 વખત પીએમ બને તેમને કોઇ લેવા દેવા નથી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા તેમણે કહ્યું કે, દેશના વડા હોવાના નાતે મણિપુરના લોકોની સામે મનની વાત કરવી જોઇતી હતી. આ માંગ કોઇ ખોટી માંગ નથી. આ સામાન્ય લોકોની માંગ હતી. તેમણે કહ્યું કે, મોદી 100 વખત દેશના પીએમ બન્યા, અમારે કોઇ લેવા દેવા નથી. અમારે દેશના લોકો સાથે લેવાદેવા છે.
ADVERTISEMENT
અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જ છે કે પીએમ સદનમાં આવ્યા છે
આ અગાઉ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જુઓ. અમે પીએમ મોદીને ખેંચીને સદનમાં લાવો. અહીં સંસદીય પરંપરાઓની શક્તિ છે. અમે ઇચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર પર ચર્ચામાં હિસ્સો લે. જો કે તેમણે ન જવા કેમ સદનમાં ન આવવાની કસમ ખાધી હતી. અમે પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર લાવવાનું વિચાર્યું હતું પરંતુ અમારે લાવવું પડ્યું.
જ્યાંનો રાજા આંધળો હોય ત્યાં દ્રોપદીનું ચીરહરણ જ થાય
અધીર રંજન ચૌધરીએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યાનો રાજા જ આંધળો હોય, ત્યાં દ્રોપદીનું ચીરહરણ થાય છે. આ અંગે અમિત શાહે વિરોધ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, તમે પીએમ અંગે આ પ્રકારે સદનમાં નથી બોલી શકતા. અમે કહેવા માંગીએ છીએ કે, પીએમ મોદી દરેક વસ્તુમાં કંઇકને કંઇક બોલે છે. જો કે મણિપુર અંગે તેઓ ચુપ છે. અમે તે બિલકુલ પસંદ નથી. મણિપુરથી બે સાંસદ છે. તેમને બોલવાની તક ન આપી શકીએ. અમે અમિત શાહેને પુછવા માંગુ છું કે, તેમણે જે નિવેદન આપ્યું તે ઘાતક નિવેદન આપ્યું. તમે કહ્યું હતું કે, બફર જોનમાં તમે સુરક્ષા દળોને તહેનાત કર્યા. બફર જોન લાઇન ઓફ કંટ્રોલમાં બનો છો. તેનો મતલબ તમે શું સ્વીકાર કરી રહ્યા છે.
અધીર રંજને સંસદમાં ભાગેડુ વેપારી નીરવ મોદી સાથે પીએમની તુલના કરી
અધીર રંજને ભાગેડુ વેપારી નીરવ મોદીને પીએમ મોદીની તુલના કરી. અધીરે કહ્યું કે, નીરવ મોદી વિદેશમાં ફરતા રહે છે અને તેમની ફોટો દેખાતી રહે છે અમને લાગ્યું કે, નીરવ મોદી વિદેશ જતા રહ્યા. ત્યાર બાદ નીરવ મોદી એવું લાગે છે કે, નરેન્દ્ર મોદીમાં દેખાઇ રહ્યા છે.
સિંધિયાએ પલટવાર કર્યો
કોંગ્રેસ પર પ્રહાર કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, અધીર રંજન ચૌધરીએ પુછ્યું કે, મણિપુરના સાંસદ શા માટે નથી બોલી રહ્યા, તે સમયે જ્યારે તમારી સરકાર (1993) કેન્દ્ર અને રાજ્યમાં હતી મણિપુરના સાંસદે રોતા રોતા સંસદમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર કંઇ કરી શકે તેમ નથી. તેમની પાસે ફંડ નથી. તેમની પાસે હથિયાર ખરીદવાના પૈસા નથી. કૃપા કરીને માની લો કે મણિપુર ભારતનો જ હિસ્સો છે. સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસને બોલતા પહેલા બધુ જ વિચારવું જોઇએ.સિંધિયા બોલ્યા કે મને મુજફ્ફર વારસીના શેર યાદ આવે છે, અન્યોને વિચાર લેવાની સંશોધન પોતાના ગિરેબાનમાં જોયું નથી.
ADVERTISEMENT