ICC Rankings Annual Update: ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ શુક્રવારે 3 મેના રોજ ટેસ્ટ, વનડે અને ટી20 રેન્કિંગનું વાર્ષિક અપડેટ જાહેર કર્યું છે. આ અપડેટ બાદ ભારત પાસેથી નંબર - 1 ટેસ્ટનો તાજ છીનવાઈ ગયો છે. વર્લ્ડ ટેસ્ટે ચેમ્પિયનશિપ 2021-23ની ફાઈનલમાં ભારતને હરાવનાર ઓસ્ટ્રેલિયન ટીમે હવે ટેસ્ટમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. જોકે, વનડે અને ટી20 માં ભારતનો દબદબો યથાવત છે, ટીમ ઈન્ડિયા આ બંને ફોર્મેટમાં પહેલા નંબરે છે. ICCના આ વાર્ષિક અપડેટ પછી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની 124 રેટિંગ છે, જ્યારે ભારત 120 રેટિંગ સાથે બીજા નંબરે છે. ઈંગ્લેન્ડ 105 રેટિંગ સાથે ત્રીજા નંબરે છે.
ADVERTISEMENT
4થી 9 નંબર સુધી કોઈ ફેરફાર નહીં
આ સિવાય ટેસ્ટ રેન્કિંગમાં ચોથાથી નવમા સ્થાને કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. દક્ષિણ આફ્રિકા (103) ચોથા નંબરે, ન્યૂઝીલેન્ડ (96) પાંચમા, પાકિસ્તાન (89) છઠ્ઠા, શ્રીલંકા (83) સાતમા, વેસ્ટ ઈન્ડિઝ (82) આઠમા અને બાંગ્લાદેશ (53) નવમા નંબરે છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારત નંબર 1 પર
જોકે, ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1નો તાજ ગુમાવનાર ટીમ ઈન્ડિયાએ લિમિટેડ ઓવર ક્રિકેટના બંને ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ODI રેન્કિંગ વિશે વાત કરીએ તો લેટેસ્ટ અપડેટ પછી ભારત 122 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા 116 રેટિંગ સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં સાઉથ આફ્રિકા 112 રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયાની નજીક પહોંચી ગયું છે, તે ત્રીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન 106 ચોથા અને ન્યુઝીલેન્ડ 101 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. આ યાદીમાં ઈંગ્લેન્ડ (95) છઠ્ઠા, શ્રીલંકા (93) સાતમા, બાંગ્લાદેશ (86) આઠમા, અફઘાનિસ્તાન (80) નવમાં અને વેસ્ટ ઈન્ડિઝ (69) દસમાં સ્થાને છે.
ટી20માં પણ ભારતનો દબદબો
ICCના વાર્ષિક અપડેટ પછી ભારત 264 રેટિંગ સાથે T20 રેન્કિંગમાં ટોચના સ્થાને છે. અહીં પણ ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે. તેના ખાતામાં 257 રેટિંગ છે. ત્રીજા નંબરે આવેલી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 રેટિંગનો તફાવત છે. ઈંગ્લેન્ડ 252 રેટિંગ સાથે ત્રીજા નંબરે છે. સાઉથ આફ્રિકા (250) ચોથા નંબરે છે.
ADVERTISEMENT