કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટ બતાવતા 18 OTT પ્લેટફોર્મ બ્લોક કર્યા

OTT Apps Block: માહિતી અને પ્રસારણ મંત્રાલયએ બીભત્સ, અશ્લીલ અને કેટલાક કિસ્સાઓમાં અભદ્ર સામગ્રી પ્રકાશિત કરવા બાદલ 18 OTT પ્લેટફોર્મને બ્લોક કર્યા છે.

OTT platform

OTT platform

follow google news

OTT Apps Block: માહિતી અને પ્રસારણ મંત્રાલયએ બીભત્સ, અશ્લીલ અને કેટલાક કિસ્સાઓમાં અભદ્ર સામગ્રી પ્રકાશિત કરવા બાદલ 18 OTT પ્લેટફોર્મને બ્લોક કર્યા છે. 19 વેબસાઇટ્સ, 10 એપ્સ (7 ગૂગલ પ્લે સ્ટોર પર, 3 એપલ એપ સ્ટોર પર) અને આ પ્લેટફોર્મ્સ સાથે સંકળાયેલા 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ભારતમાં જાહેર ઍક્સેસ માટે અક્ષમ કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર 'સર્જનાત્મક અભિવ્યક્તિ'ની આડમાં બીભત્સ, અશ્લીલતા અને અભદ્ર સામગ્રીનો પ્રચાર ન કરવા માટે પ્લેટફોર્મ્સની જવાબદારી પર વારંવાર ભાર મૂકે છે. હાલનો આ નિર્ણય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની જોગવાઈઓ હેઠળ ભારત સરકારના અન્ય મંત્રાલયો/વિભાગો અને મીડિયા અને મનોરંજન, મહિલા અધિકારો અને બાળ અધિકારોમાં વિશેષતા ધરાવતા ડોમેન નિષ્ણાતો સાથે પરામર્શ કરીને લેવામાં આવ્યો હતો.

આ OTT પ્લેટફોર્મની પ્રતિબંધિત કરાયા

  • Dreams Films
  • Voovi
  • Yessma
  • Uncut Adda
  • Tri Flicks
  • X Prime
  • Neon X VIP
  • Besharams
  • Hunters
  • Rabbit
  • Xtramood
  • Nuefliks
  • MoodX
  • Mojflix
  • Hot Shots VIP
  • Fugi
  • Chikooflix
  • Prime Play

OTT પ્લેટફોર્મ પર દર્શાવાતું અશ્લિલ કન્ટેન્ટ

આ પ્લેટફોર્મ્સ પર હોસ્ટ કરવામાં આવતી સામગ્રીનો નોંધપાત્ર ભાગ મહિલાઓને અશ્લીલ, અભદ્ર અને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યો હોવાનું જણાયું હતું. તે વિવિધ અયોગ્ય સંદર્ભોમાં નગ્નતા અને જાતીય કૃત્યોનું નિરૂપણ કરે છે, જેમ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો, અનૈતિક કૌટુંબિક સંબંધો વગેરે. સામગ્રીમાં યૌન સંકેત સામેલ હતા જ્યારે કેટલાક કિસ્સાઓમાં, અશ્લીલ અને લૈંગિક રીતે સ્પષ્ટ દ્રશ્યોના લાંબા સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં કોઈપણ વિષયો અથવા સામાજિક સુસંગતતા ન હતી. પ્રથમ નજરે આ સામગ્રી IT એક્ટની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને મહિલાઓના અશોભનીય પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ, 1986ની કલમ 4નું ઉલ્લંઘન કરતી નિર્ધારિત કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બ્લોક કરાયા

OTT એપમાંથી એકના 1 કરોડથી વધુ ડાઉનલોડ્સ છે, જ્યારે અન્ય બેના Google Play Store પર 50 લાખથી વધુ ડાઉનલોડ થયેલા છે. વધુમાં, આ OTT પ્લેટફોર્મ્સે પ્રેક્ષકોને તેમની વેબસાઈટ અને એપ્સ તરફ આકર્ષિત કરવાના હેતુથી ટ્રેલર્સ, ચોક્કસ દ્રશ્યો અને બાહ્ય લિંક્સનો પ્રસાર કરવા સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો છે. સંબંધિત OTT પ્લેટફોર્મના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં 32 લાખથી વધુ વપરાશકર્તાઓની ફોલોઅરશિપ હતી. આથી તેમના ફેસબુકમાં 12, ઈન્સ્ટાગ્રામ 17, X (અગાઉ ટ્વીટર) 16, યુટ્યુબ 12 એકાઉન્ટને પણ બ્લોક કરવામાં આવ્યા છે.
 

    follow whatsapp