નવી દિલ્હી : દિલ્હી સરકારના મોટા અધિકારીની હવસનો શિકાર બનેલી બાળકી ખુબ જ આઘાતમાં છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. પૈનિક એટેક બાદ તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. પૈનિક એટેકમાં કોઇ ચિંતા, ભય અથવા આઘાતના કારણે હૃદય ખુબ જ ઝડપથી ધબકવાનું શરૂ કરી દે છે. ઘણી વખત શ્વાસમાં પણ તકલીફ પડી શકે છે. ચક્કર અને ધ્રુજારી પણ થઇ શકે છે. બાળકની આ સ્થિતિનું કારણ જાણવા માટે તે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવતા અધિકારીની કરતુત સામે આવી હતી.
ADVERTISEMENT
આરોપી અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગનો ડેપ્યુટી ડાયરેક્ટર
આરોપી અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રમોદય ખાખાએ બાળકી સાથે 5 મહિના સુધી પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. પોલીસે સોમવારે અધિકારી અને તેની પત્નીની ધરપકડ કરી છે. રેપ પીડિતા 14 વર્ષની બાળકીના પિતા દિલ્હી સરકારમાં અધિકારી હતા. તેની માતા પણ દિલ્હી સરકારમાં કાર્યરત છે. બાળકીનાં પિતા અને આરોપી અધિકારી વચ્ચે સારી મિત્રતા હતી. પીડિતા તેને મામા કહેતી હતી. 2020 માં બાળકીનાં પિતાનું મોત થઇ ગયું તો તે ખુબ જ માનસિક અવસાદમાંથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન ખાખાએ મદદ માટે હાથ લંબાવ્યો હતો. આરોપી અધિકારીએ પીડિતાને પોતાના ઘરે જતા રહેવા માટે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, ઘર બદલવાથી તેનું મન બદલાશે. પોતાનાં ભાઇ પર વિશ્વાસ કરતા માં પોતાની પુત્રીને આરોપીના ઘરે મોકલવા તૈયાર થઇ ગઇ હતી.
આરોપી અધિકારીએ મિત્રની પુત્રી પર નજર બગાડવાનું શરૂ કર્યું
સુત્રો અનુસાર થોડા દિવસ સુધી બધુ યોગ્ય રીતે ચાલ્યું પરંતુ ત્યાર બાદ આરોપી અધિકારીએ નજર બગાડવાનું શરૂ કર્યું હતું. આખરે બાળકીને કોઇ પણ પ્રકારે પટવીને તેની સાથે ખોટી હરકતો કરવા લાગ્યો હતો. ત્યાર બાદ રેપ પણ કરવા લાગ્યો હતો. ઓક્ટોબર 2020 થી ફેબ્રુઆરી 2021 વચ્ચે અનેક વખત બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવી. આ દરમિયાન તે પ્રેગનેન્ટ પણ થઇ ગઇ હતી. અધિકારીની પત્નીને આ અંગે માહિતી મળી હતી. તો તેણે પોલીસ ફરિયાદ કરવાને બદલે પતિની કરતુત છુપાવવા માંગે બજારમાંથી દવા માંગાવીને યુવતીનું એબોર્શન કર્યું હતું. ત્યાર બાદ તેની તબીયત વધારે ખરાબ રહેવા લાગી હતી.
પીડિતાની માં મળવા આવી ત્યાર તેની સાથે ઘરે ગઇ
આ મામલે અવગત એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં એક દિવસ જ્યારે પીડિતાની માં મળવા આવી તો તેણે પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઘર પરત ગયા બાદ જ આરોપી પ્રેમોદય ખાખા યુવતીને પરેશાન કરતો રહ્યો. આરોપ છે કે, એક ધાર્મિક સ્થળ પર તેઓ અનેકવાર પહોંચીને તેને પરેશાન કરતો હતો જ્યાં પીડિતા જતી હતી. ત્યાં ફરીથી તેણે પોતાની હવસનો શિકાર બનાવવા માંગતો હતો. ડરના કારણે યુવતીને પૈનિક એટેક આવવા લાગ્યો તો તેની માં તેને લઇને હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલમાં કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જ્યારે રહસ્ય ખોલ્યું તો સાંભળીને બધા જ હેરાન થઇ ગયા. ત્યાર બાદ હોસ્પિટલ તંત્રએ પોલીસને માહિતી આપી.
વરિષ્ઠ પોલીસ અધિકારી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો
વરિષ્ઠ પોલીસ અધિકારી સાગર સિંહ કાલસીએ જણાવ્યું કે, 13 ઓગસ્ટના રોજ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી દેવાયો હતો. પોલીસના અનુસાર હાલ યુવતીને મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવવા પણ સક્ષમ નથી. જેની સારવાર ચાલી રહી છે.સારવાર બાદ તેને મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે.
ADVERTISEMENT