રાજનેતા સાથે લગ્નને લઈ પરિણીતીએ જાણો શું કહ્યું હતું, જૂનો ઈન્ટરવ્યુ વાયરલ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આ દિવસોમાં ચર્ચામાં છે. બંનેના ડેટિંગની સતત ચર્ચાઓ થઈ રહી છે. આ…

gujarattak
follow google news

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આ દિવસોમાં ચર્ચામાં છે. બંનેના ડેટિંગની સતત ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન પરિણીતી અને રાઘવ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. રાઘવ ચઢ્ઢા સાથેના સંબંધોની અફવાઓ વચ્ચે અભિનેત્રીનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું તે ક્યારેય કોઈ રાજકારણીને ડેટ કરશે, જેના જવાબમાં પરિણીતીએ કહ્યું, “ઘણા છે! સમસ્યા એ છે કે હું રાજકારણી સાથે લગ્ન કરવા માંગતી નથી.

એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તેનો ભાવિ જીવન સાથી કેવો હોવો જોઈએ. અભિનેત્રીએ કહ્યું હતું કે તે રમુજી સ્વભાવનો હોવો જોઈએ, જેની સાથે મારો વાઈબ મેળ ખાય છે અને જે મને માન આપે છે. આ સિવાય તેણે કહ્યું હતું કે તેને ફરવાનો ખૂબ જ શોખ છે, તેથી તેના પાર્ટનરને પણ ફરવાનો શોખ હોવો જોઈએ.

રાઘવ અને પરિણીતીના ડેટિંગની અફવાઓગયા અઠવાડિયે એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા ત્યાર થી થઈ હતી. જો કે બંને તેમના સંબંધોની સ્થિતિ વિશે ચૂપ રહ્યા છે, તેમ છતાં તેમની આસપાસના લોકોએ, જેમાં AAP નેતા સંજીવ અરોરા અને પરિણીતી સ્ટારર ‘તિરંગા’ના સહ કલાકાર હાર્ડી સંધુએ લગ્નની વાતને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો:  ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેક્યો ખુલ્લો પડકાર, જાણો શું કહ્યું

પરિણીતીની બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ તેની વેબ સીરિઝ ‘સિટાડેલ’ના પ્રમોશન માટે ભારત આવી છે. દરમિયાન, એવી પણ ચર્ચા થઈ રહી છે છે કે પ્રિયંકા પરિણીતી અને રાઘવને મળી શકે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp