નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારની ઇસ્લામિક દેશો સુધી પહોંચવા માટે સરાહના કરી. થરૂરનું કહેવું છે કે, મોદી સરકારમાં ભારતના સંબંધો ઇસ્લામિક દેશો સાથે સારા થયા. સાથે જ તેમણે કેન્દ્ર સરકારની નીતિઓના પણ વખાણ કર્યા હતા.
ADVERTISEMENT
સૌથી ખાસ વાત છે કે, તિરુવનંતપુરમ સાંસદ કોંગ્રેસ સરકારમાં વિદેશ મંત્રી રહી ચુક્યા છે. એક કાર્યક્રમ દરમિયાન થરૂરે કહ્યું કે, વિદેશ નીતિ અંગે હું મોદી શાસનનો આલોચક રહ્યો છું, પરંતુ મને લાગે છે કે, તેમણે તમામ મોર્ચા પર ખુબ જ સારી રીતે કામ કર્યું છે. મને યાદ છે કે, પીએમ મોદી પહેલા વર્ષે તેમણે 27 દેશોની યાત્રા કરી હતી. જેમાં એક પણ મુસ્લિમ દેશ નહોતો. કોંગ્રેસ સાંસદ રહેતા મે આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જો કે હવે મને કહેતા આનંદ થાય છે કે, હવે જે તેમણે ઇસ્લામિક દેશો સુધી પહોંચ માટે કર્યું છે, તે ખુબ જ શાનદાર છે. આનાથી સારુ કંઇ પણ ન હોઇ શકે. મોટા મુસ્લિમ દેશો સાથે અમારા સંબંધ એટલા સારા ક્યારે પણ નહોતા. હું આનંદ સાથે મારી જુની ટિકાઓ પરત લઇ રહ્યો છું.
G20 ની પણ સરાહના કરી
આ દરમિયાન કોંગ્રેસ નેતાએ પીએમ મોદી તરફથી જી20 અંગે કામોના વખાણ કર્યા. ભારતમાં ખુબ જ સારી રીતે આ પ્રસંગનો લાભ ઉઠાવ્યો છે અને ભારતને વિશેષ હાજરી નોંધાવી છે. હવે વિશ્વ ભારતને નજર અંદાજ કરી શકાય નહી. પીએમ મોદીની વિદેશ નીતિ પહેલાથી સારી થઇ છે.
ચીન મુદ્દે ઘેર્યા
થરૂરે ચીન અંગે કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, સરકારે ચીનને ભારતમાં ઘુસણખોરી માટે ફ્રી પાસ આપ્યો છે. તેમણે કહ્યું કે, ચીન નીતિ અંગે ભારત સરકાર તરફથી કોઇ સ્પષ્ટતા નથી. તેમણે કહ્યું કે, સંસદમાં ચીન પર કોઇ ચર્ચા નથી થતી. ચીની એપ્સ પર પ્રતિબંધ માત્ર દેખાડો હતો. બીજી તરફ ભાજપે પણ થરૂરની પ્રતિક્રિયાનું સ્વાગત કર્યું છે. પાર્ટીના આઇટી પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે, થરૂરે આખરે સત્ય બોલ્યા.
ADVERTISEMENT