ઉત્તર પ્રદેશની બરેલી સેન્ટ્રલ જેલ (Bareilly Central Jail)માં બંધ હત્યાનો આરોપી સોશિયલ મીડિયા (social media) પર લાઈવ આવીને કહ્યું કે તે સ્વર્ગનો આનંદ માણી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો. અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં જે પણ દોષિત જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
હત્યાના આરોપી સેન્ટ્રલ જેલમાં બંધ
એજન્સીના જણાવ્યા અનુસાર, આફિસ નામના યુવકે 2 ડિસેમ્બરે 2019ના રોજ શાહજહાંપુરની સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં PWDના ઠેકેદાર 34 વર્ષીય રાકેશ યાદવની ધોળાદિવસે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ હત્યાકાંડમાં અન્ય એક આરોપી રાહુલ ચૌધરી પણ સામેલ હતો. આસિફ અને રાહુલ બંને હાલ બરેલી સેન્ટ્રલ જેલમાં બંધ છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ફતેવાડીના મેન્સન ફ્લેટમાં પ્રચંડ આગ લાગતા 41 વાહનો બળીને ખાખ, ફાયરની ટીમે 200 લોકોનું કર્યું રેસ્ક્યૂ
આરોપીએ જેલમાંથી વીડિયો કર્યો વાયરલ
ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (જેલ) કુંતલ કિશોરે કહ્યું કે જેલમાં બંધ હત્યાના એક આરોપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 2 મિનિટના વીડિયોમાં આસિફને એવું કહેતા સાંભળી શકાય છે કે હું સ્વર્ગમાં છું અને તેનો આનંદ માણી રહ્યો છું. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ મૃતકના ભાઈએ ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ પ્રતાપ સિંહનો સંપર્ક કર્યો અને આ મામલે ફરિયાદ કરી.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, ગુજરાતમાં 65 DySPની બદલી, જુઓ લિસ્ટ
દોષિત સામે કરાશે કાયદેસરની કાર્યવાહી
મૃતક રાકેશ યાદવના ભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, હત્યાના આરોપીઓને જેલમાં વિશેષ સુવિધાઓ મળી રહી છે. મારાભાઈની હત્યા માટે બંને આરોપીઓને મેરઠથી સોપારી આપવામાં આવી હતી. ડીઆઈજી કિશોરે કહ્યું કે તેમણે વીડિયો જોયો છે. મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જે પણ દોષિત જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT