ઢોંગી BBCએ દેશ અને દેશના PM ને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું: હર્ષના હુંકાર બાદ વિધાનસભા મોદી-મોદી ના નારા

અમદાવાદ : આજે ગુજરાત વિધાનસભામાં બીબીસી દ્વારા રજુ કરવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના ગૃહમંત્રીએ ચર્ચા દરમિયાન જણાવ્યું કે, એક સામાન્ય પરિવારમાંથી…

gujarattak
follow google news

અમદાવાદ : આજે ગુજરાત વિધાનસભામાં બીબીસી દ્વારા રજુ કરવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના ગૃહમંત્રીએ ચર્ચા દરમિયાન જણાવ્યું કે, એક સામાન્ય પરિવારમાંથી ચા વાળા તરીકે મહેનત કરીને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચનારા દેશના યશસ્વી વડાપ્રધાનને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની નામની આ કંપનીએ દેશને આંતરરાષ્ટ્રીય ફલક પર બદનામ કરવાનું કાવત્રું રચ્યું હતું. દેશની કોર્ટ દ્વારા જેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેની ઉપરવટ જઇને આ સંસ્થા દ્વારા દેશ અને દેશના યશસ્વી વડાપ્રધાનની છબીને ખરડાવવા માટે આ પ્રયાસ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસ્તાવ સમયે તમામ ધારાસભ્યોને પુછ્યું કે, બીબીસીના આ પ્રયાસ યોગ્ય છે જેના જવાબમાં તમામ ધારાસભ્યોએ ઉભા થઇને મોદી મોદી તથા ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે, આ 156 ધારાસભ્યોનો નહી પરંતુ ગુજરાતની તમામ જનતાનો અવાજ છે. કડક શબ્દોમાં આ વિદેશી સંસ્થા દવારા કરવામાં આવેલા પ્રયાસને વખોડી કાઢીએ છીએ. દેશની છબી ખરાબ કરવાનો બ્રિટિશ કંપની દ્વારા કરાયેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ દેશમા એક સંતની જેમ બલિદાન આપ્યું છે. દેશને સર્વોચ્ચ ઉંચાઇ પર પહોંચાડવા માટે પીએમ બન્યા પહેલા અને પીએમ બન્યા પછી પણ દિવસરાત મહેનત કરી છે. તેમની આ તપસ્યાને બદનામ કરવાના પ્રયાસને કડક શબ્દોમાં સમગ્ર ધારાસભ્યો વખોડે છે. અધ્યક્ષને વિનંતી છે કે, અમારી આ લાગણી દિલ્હી સુધી પહોંચે તેવો પ્રયાસ કરો. અત્રે ઉલ્લેખનીય છે કે, બીબીસી દ્વારા 2002 ના ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનોની ઘટના અંગેની એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. જેમાં પીએમ મોદીને દોષીત ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

    follow whatsapp