મધ્ય પ્રદેશ: ઉત્તર પ્રદેશના SDM જ્યોતિ મૌર્યનો મામલો આજે પણ દેશમાં ચર્ચાનો વિષય છે. જ્યોતિ મૌર્ય પર તેના પતિએ SDM ઓફિસર બન્યા બાદ તેને છોડી દેવાનો આરોપ લગાવ્યો હતો. હવે આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના દેવાસમાં સામે આવ્યો છે, જ્યાં પત્નીએ તેના પતિ પર ઓફિસર બનતાની સાથે જ બીજા લગ્ન કરી લીધા હોવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
પત્નીએ બીજાના ઘરે વાસણ ધોઈને પતિનો અભ્યાસ પૂરો કરાવ્યો
પતિને ભણાવવા માટે પત્ની બીજાના ઘરમાં વાસણો ધોતી, મજૂરી કરીને પૈસા કમાતી, પણ જ્યારે પતિ કોમર્શિયલ ટેક્સ ઓફિસર બન્યો ત્યારે તેણે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. બંને આદિવાસી સમુદાયના છે.
આ મામલો મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના બાગલી વિસ્તારનો છે. મમતા નામની મહિલાના લગ્ન કમરુ હાઠીલે સાથે થયા હતા. બંનેએ જૂન 2015માં કોર્ટ મેરેજ કર્યા હતા. કમરુ ગ્રેજ્યુએટ હતો, પણ તેની પાસે નોકરી નહોતી. પત્ની મમતાએ તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા કહ્યું. જ્યારે કમરુએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ફોર્મ અને પુસ્તકોના ખર્ચ વિશે વાત કરી ત્યારે તેની પત્ની મમતાએ જવાબદારી ઉપાડી. પતિના અભ્યાસ માટે મમતા અન્ય લોકોના ઘરમાં સાફ-સફાઈ કરતી હતી. તે બીજાના ઘરોમાં વાસણો ધોતી અને દુકાનોમાં કામ કરતી જેથી તેના પતિ માટે પુસ્તકો અને નોટબુક મંગાવવી શકે અને પતિ પરીક્ષાની તૈયારી કરી શકે.
2019-20માં પતિ ઓફિસર બન્યો
અંતે, 2019-20 માં, કમરુને સફળતા મળી અને તેની કોમર્શિયલ ટેક્સ ઓફિસરની પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી. તે રતલામ જિલ્લામાં પોસ્ટેડ હતો. દરમિયાન તે જોબટની એક યુવતીના સંપર્કમાં આવતા તેણે મમતાને તેના મામાના ઘરે મોકલી દીધી હતી અને તેની સાથે રહેવા લાગ્યો હતો. મમતાનું કહેવું છે કે, તેના પહેલા પતિનું અવસાન થયું હતું ત્યારબાદ તે કમરુના સંપર્કમાં આવી હતી. બંને લગભગ છ વર્ષ સુધી સાથે રહ્યા.
મમતાએ જણાવ્યું કે, તેના પહેલા લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા. લગ્નના અઢી વર્ષ બાદ જ પતિનું અવસાન થયું હતું. તેને તેના પહેલા પતિથી એક પુત્ર હતો, પરંતુ થોડા મહિના પહેલા તેનો 15 વર્ષનો પુત્ર પણ મૃત્યુ પામ્યો હતો. કમરુ સાસરી પક્ષથી સંબંધ થતો હતો. સાસરે રહેતા પતિના મૃત્યુ બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો.
કમરુ એ વખતે અભ્યાસ કરતો હતો. કમરુને ભણાવવા માટે ઘણી મહેનત કરી, પણ નોકરી મળતાં જ તે બદલાઈ ગયો અને ફરીથી લગ્ન કરી લીધા. હવે મહિલા ન્યાય માટે ઘરે-ઘરે ભટકી રહી છે. તેણે કોર્ટમાં ભરણપોષણ પેટે દર મહિને 12 હજાર રૂપિયા આપવાની માંગ કરી છે.
ADVERTISEMENT