ધનબાદ: ઝારખંડના ધનબાદમાં DGMS ક્વાર્ટર પાસે રોડ પર પતિ-પત્ની અને તેમના સંબંધીઓ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. જેને જોવા માટે સ્થળ પર ભારે ભીડ ઉમટી પડી હતી. મામલો ઉકેલાતો ન જોઈને લોકોએ પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ આવી અને તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
ADVERTISEMENT
આઝાદ નગરની એક છોકરીના લગ્ન DGMS કર્મચારી ચંદ્રભૂષણ પાસવાનના પુત્ર વિશાલ પાસવાન સાથે 7 જુલાઈ 2019ના રોજ થયા હતા. મહિલાનો આરોપ છે કે તેને વિશાલ અને તેના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, તે સીબીઆઈ ઓફિસરનો પીએ છે. પરંતુ તે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે. આ લોકોએ છેતરપિંડી કરીને લગ્ન કર્યા છે.
બંને વચ્ચે પોલીસે સમાધાન કરાવ્યું અને ફરી બબાલ થઈ
મહિલાનું કહેવું છે કે, આવું કહેવા પર તેનો પતિ વિશાલ પાસવાન અને તેના પરિવારના સભ્યો અવારનવાર ઝઘડો કરે છે. આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે, બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
સમાધાન બાદ સાસરે પહોંચતા પતિ, તેના માતા-પિતા અને તેના ભાઈએ તેને માર માર્યો હતો. એટલું જ નહીં કેરોસીન ઠાલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી તે પોતાનો જીવ બચાવીને ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારે જ અવાજ આવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેમણે તેનો જીવ બચાવ્યો હતો.
પતિએ તમામ આરોપી ખોટા હોવાનું કહ્યું
જ્યારે પતિ વિશાલ પાસવાન કહે છે, “મારા પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. પત્ની તેના સાસરિયામાં રહેવા માંગતી નથી. તે ઘણીવાર માતા અને પરિવારના સભ્યો સાથે ઝઘડા કરતી રહે છે. કોઈપણ પ્રકારનું ખોટું બોલીને લગ્ન કર્યા નથી. મેં પહેલેથી જ કહ્યું હતું કે હું ડ્રાઇવર છું.”
આ સમગ્ર પ્રકરણમાં ધનબાદ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રજનીશ કુમારે જણાવ્યું કે, પોલીસ લડાઈની સૂચના પર ઘટનાસ્થળે પહોંચી હતી. તમામને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT