Fighter: સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ આવતીકાલે 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન ફિલ્મને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ અનુસાર, તેની રિલીઝના એક દિવસ પહેલા સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘ફાઈટર’ પર 5 ગલ્ફ દેશોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ ગિરીશ જોહરે આપી છે.
ADVERTISEMENT
5 ગલ્ફ દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ
સોશિયલ મીડિયા પર માહિતી આપતાં તેમણે કહ્યું કે, રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ માત્ર UAEમાં જ રિલીઝ થઈ શકશે. અહીં સેન્સર બોર્ડે પીજી 15 રેટિંગ આપીને ફિલ્મને પાસ કરી છે.
આ ફિલ્મ પર પણ મૂકાઈ ચૂક્યો છે પ્રતિબંધ
ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ ગિરીશ જોહરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ફાઈટર ફિલ્મને મિડલ ઈસ્ટ રિજનમાં થિયેટરોમાં રિલીઝ કરવા માટે સત્તાવાર રીતે પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે. ફાઈટર ફક્ત UAEમાં જ PG 15 રેટિંગની સાથે રિલીઝ થશે.’ તમને જણાવી દઈએ કે, માત્ર ફાઈટર જ નહીં, આ પહેલા સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ ‘બીસ્ટ’, પ્રભાસની ‘સીતા રામમ’, તમિલ ફિલ્મ ‘એફઆઈઆર’ અને મોહનલાલની ‘મોન્સ્ટર’ પર પણ પ્રતિબંધ મૂકવા આવ્યો હતો.
જાણો શું છે કારણ
તમને જણાવી દઈએ કે, ગલ્ફ દેશો વિવિધ માપદંડો પર તે ફિલ્મોને રિલીઝ કરવાનો ઈનકાર કરતા આવ્યા છે, જેમાં ઈસ્લામિક અથવા કટ્ટરપંથી, LGBTO અને ધર્મને લગતા કન્ટેન્ટ હોય. પુલવામા હુમલાથી લઈને બાલાકોટ એરસ્ટ્રાઈકના સીનને ફાઈટરમાં બતાવવામાં આવ્યા છે. તેમજ શ્રીનગર ઘાટીમાં થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓ પણ દેખાડવામાં આવી છે.
એરિયલ એક્શન ફિલ્મ છે ફાઈટર
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ફાઈટર’ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત એરિયલ એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મહત્વની ભૂમિકામાં છે.
ADVERTISEMENT