રાયપુર : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પંચાયત આજતક કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે તપાસ એજન્સીઓ ઇડી, સીબીઆઇની કાર્યશૈલી પર સવાલો ઉઠાવવાની સાથે જ દારૂબંધી અંગે પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. સાથે જ તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પીએમ મોદી ખોટુ બોલે છે. મુખ્યમંત્રી ભુપેશ બધેલે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 માં 75 સીટો જીતવાનું લક્ષ્યાંક મુક્યું છે.
ADVERTISEMENT
જે બોલવામાં આવ્યું તે ખોટું : બધેલ
વાતચીત દરમિયાન ઘઉની ખરીદી અંગે સીએમ ભુપેશ બધેલને સવાલ પુછવામાં આવ્યો તેમણે કહ્યું કે, ધાન્ય ખરીદો છો પરંતુ તેઓ (પીએમ મોદી) કહે છે કે હું ખરીદું છું. હવે કઇ રીતે કહી દઉ કે વડાપ્રધાન ખોટું બોલે છે. સમગ્ર છત્તીસગઢની જનતા જાણે છે કે આ ખોટું છે. ધાન્યનો મુદ્દે સૌથી મોટો મુદ્દો છે. છત્તીસગઢના ખેડૂતોનો પ્રદેશ છે. વડાપ્રધાને આ પ્રકારના ખોટા પ્રયોગો ન કરવા જોઇએ, આ પ્રકારે પોસ્ટર ન લગાવવા જોઇએ.
પંજાબમાં અનાજની ખરીદી એફસીઆઇ ખરીદે છે, છત્તીસગઢમાં પણ ખરીદ્યા
સીએમ ભૂપેલ બધેલે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારના બજેટમાં ક્યાં લખ્યું છે કે, છત્તીસગઢની ધાન્ય ખરીદીના પૈસાની વ્યવસ્થા કરે છે. પંજાબમાં અનાજની ખરીદીની વ્યવસ્થા એફસીઆઇ કરે છે, ભારત સરકાર કરે છે. મોદીજીએ કહી દે કે હવેથી છત્તીસગઢમાં અનાજની ખરીદીની વ્યવસ્થા FCI કરશે, અમે તેનું સ્વાગત કરીશું પરંતુ આ પ્રકારનાં જુઠ્ઠાણા બોલવાની જરૂર નથી.
ADVERTISEMENT