Mobile Track : જો તમારો ફોન ચોરી થઈ જાય તો ચિંતા ના કરતા, આવી રીતે મળી જશે પરત

Gujarat Tak

24 Jun 2024 (अपडेटेड: Jun 24 2024 3:28 PM)

ફોન ચોરી થવા પર કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) હેઠળ કામ કરનારી સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટ્રી (CEIR) પોર્ટલ પર ફરિયાદ દાખલ કરાવવી જોઈએ, જેનાથી ગુમ થયેલો ફોન પરત મળી શકે છે. જો તમારે CEIRની મદદ લેવી હોય તો તમારે સૌથી પહેલા મોબાઈલ ચોરીની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવી પડશે.

mobile theft

મોબાઈલ બ્લોક કરવાની રીત

follow google news

How to Track Lost Mobile : દર વર્ષે દેશભરમાં લાખો સ્માર્ટફોન ચોરી અને ગુમ થવાની ઘટનાઓ બને છે. તેમાંથી માત્ર 4 ટકા લોકો જ ફોન ચોરી કે ખોવાઈ જવાના રિપોર્ટ નોંધાવે છે. ફોન ગુમાવ્યા બાદ પોલીસ ફરિયાદ અથવા એફઆઈઆર નોંધાવવી એ લોકો માટે ખૂબ જ મુશ્કેલીભર્યું કામ છે. તેમજ લોકોને લાગે છે કે ચોરાયેલો ફોન ક્યાં કોઈને મળે છે. લોકોની આ વિચારસરણીને કારણે દેશમાં ચોરેલા ફોનનું મોટું માર્કેટ ઊભું થયું છે. હવે સરકાર ચોરાયેલા અને ખોવાયેલા ફોનને શોધી કાઢવા અને આ માર્કેટની કમર તોડવા માટે નવી ટેક્નોલોજી લાવી છે. આ ટેક્નોલોજીના માધ્યમથી ખોવાયેલા કે ચોરાયેલા ફોનને ટ્રેક કરવા અને બ્લોક કરવાનું પહેલા કરતા ઘણું સરળ બન્યું છે.

આ પણ વાંચો

જો તમારો મોબાઈલ પણ ચોરાઈ ગયો છે અથવા ખોવાઈ ગયો છે, તો તમને આ માહિતી ખુબ જ ઉપયોગી થશે. 

ફોન ચોરી થવા પર કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) હેઠળ કામ કરનારી સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટ્રી (CEIR) પોર્ટલ પર ફરિયાદ દાખલ કરાવવી જોઈએ, જેનાથી ગુમ થયેલો ફોન પરત મળી શકે છે. જો તમારે CEIRની મદદ લેવી હોય તો તમારે સૌથી પહેલા મોબાઈલ ચોરીની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવી પડશે.

આવી રીતે કરો CEIR પર કરો ફરિયાદ

  • મોબાઈલ ફોનની ચોરી કે ખોવાઈ જવાના કિસ્સામાં તાત્કાલિક કેન્દ્ર સરકારની www.ceir.Gov.in ની મુલાકાત લો.
  • વેબ પોર્ટલ પર ચોરાયેલા મોબાઈલ ફોનને બ્લોક કરવાનો વિકલ્પ પસંદ કરો.
  • IMEI નંબર સહિતની જરૂરી માહિતી અહીં આપો અને તેને બ્લોક કરો.
  • ત્યારબાદ સમયાંતરે સ્ટેટસ ચેક કરતા રહો.
  • ચોરાયેલો અથવા ખોવાયેલો મોબાઈલ ફોન મળ્યા પછી પોર્ટલ પર જાઓ અને તેને અનબ્લોક કરો.
  • આ બધી પ્રક્રિયા Know Your Mobile (KYM) એપ્લિકેશન દ્વારા અથવા 14422 પર કૉલ કરીને પૂર્ણ કરી શકાય છે.

CEIR પોર્ટલ શું છે?

CEIR પોર્ટલ યૂઝર્સને IMEI નંબરથી પોતાના લોકલ પોલીસ સ્ટેશનમાં સ્માર્ટફોન ગુમ થવા અથવા ચોરી થવા પર ઇલેક્ટ્રોનિક ડિવાઈસની ફરિયાદ કરી શકીએ છે. CEIR પોર્ટલ ગુમ થયેલા અથવા ચોરી થયેલા ફોનને બ્લોક કરવાની સુવિધા આપે છે. સાથે જ કેટલીક પ્રકારની સુવિધા ઓફર કરે છે. યૂઝર્સ ન માત્ર ફોનને બ્લોક કરી શકે છે, પરંતુ તેને પરત પણ મેળવી શકે છે.

1. ચોરી થયેલા કે ગુમ થયેલા ફોનની ફરિયાદ કરો

  • CEIR સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. ચોરીની ફરિયાદ નોંધવા માટે મોબાઈલ નંબર અને IMEI નંબરની જરૂર પડશે.
  • ત્યારબાદ તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે.
  • ફોનને બ્લોક કરવા માટે પોલીસ ફરિયાદની ડિજિટલ કોપી સાથે સ્માર્ટફોનની વિગતોની જરૂર પડશે. એકવાર CEIR વેબસાઈટ પર બ્લોક થઈ ગયા બાદ ડિવાઈસને કેન્દ્રીય ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે.
  • ત્યારબાદ ચોરાયેલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

2. મળેલા મોબાઈલને અનબ્લોક કરો

  • જો ચોરાયેલો અથવા ખોવાયેલો મોબાઈલ પાછો મળી જાય, તો તેને CEIR પોર્ટલ પરથી અનબ્લોક કરી શકાય છે. અનબ્લોક કરવા માટે આઈડી અને મોબાઈલ નંબર નાખવો પડશે.
  • CEIR પોર્ટલ દ્વારા ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને પુનઃપ્રાપ્ત કરી શકાય છે. તમારે ફક્ત પોર્ટલ પર ઉપકરણનો IMEI નંબર રજીસ્ટર કરવો પડશે અને જરૂરી માહિતી દાખલ કરવી પડશે. આ ઉપકરણના રિપોર્ટિંગ અને ટ્રેકિંગ સાથે ફરી ઉપયોગને અટકાવે છે.

IMEI નંબરની સરળતાથી કરો ચકાસણી

આ વેબસાઈટ Know Your Mobile (KYM) સેવા પણ પૂરી પાડે છે. સેવા વપરાશકર્તાઓને તેમના મોબાઇલ ઉપકરણને ખરીદતા પહેલા તેની માન્યતા તપાસવાની મંજૂરી આપે છે. બોક્સ અને બિલ પર IMEI નંબર લખેલ છે. જો તમે ઇચ્છો, તો તમે તેને તમારા ફોનમાં *#06# ડાયલ કરીને જોઈ શકો છો. વેબસાઈટ અનુસાર, જો ફોન બ્લેકલિસ્ટેડ, ડુપ્લિકેટ અથવા પહેલાથી જ ઉપયોગમાં છે તો ફોન ખરીદવાનું ટાળો.

    follow whatsapp