કોલેજની સાથે UPSC ની તૈયારી કઇ રીતે કરવી? આ IAS અધિકારીની ટિપ્સ કરાવશે પરીક્ષા પાસ

નવી દિલ્હી : DU ના મિરાંડા હાઉસથી પોલિટિક્સ સાયન્સ એન્ડ જ્યોગ્રાફીથી પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે. શ્રેષ્ઠા જણાવે છે કે, ગ્રેજ્યુએશન દરમિયાન તેમણે જે સબ્જેક્ટ વાંચ્યા…

Shreshtha shree UPSC

Shreshtha shree UPSC

follow google news

નવી દિલ્હી : DU ના મિરાંડા હાઉસથી પોલિટિક્સ સાયન્સ એન્ડ જ્યોગ્રાફીથી પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે. શ્રેષ્ઠા જણાવે છે કે, ગ્રેજ્યુએશન દરમિયાન તેમણે જે સબ્જેક્ટ વાંચ્યા તેનાથી તેમને સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવામાં ખુબ મદદ મળી. કોલેજ સમયમાં જ જો તૈયારી શરૂ કરી દેવામાં આવે તો સફળતા નિશ્ચિત છે.

દેશની સૌથી મુશ્કેલ પરિસ્થિતિ પૈકી એક છે UPSC

UPSC પરીક્ષા દેશની કેટલીક સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. અનેક UPSC એસ્પિરેટ્સ આ પેપર ક્રેક કરવામાં દિવસે બમણી રાત્રે ચોગણી મહેનત કરે છે. કેટલાક સફળ થઇ જાય છે તો કોઇ અસફળ થઇને ફરી એકવાર તૈયારી કરવામાં એકત્ર થાય છે. અનેકવાર અનેક વિદ્યાર્થી આ પરીક્ષાની તૈયારી ગ્રેજ્યુએશન સાથે કરી દે છે. કેટલાક એવી જ સ્ટ્રેટેજી અપનાવી હતી IAS શ્રેષ્ઠા શ્રીએ. આવો જાણીએ તમામ પ્લેટફોર્મ પર યુપીએસસી એસ્પિરેંટ્સની તૈયારીની શું ટીપ્સ આપે છે.

ઓરિસ્સાની રહેવાસી છે શ્રેષ્ઠા શ્રી

મુળ રીતે ઓરિસ્સાના રહેવાસી શ્રેષ્ઠા શ્રી 2022 બેચના IAS છે. તેમણે AIR 444 ક્રમ પ્રાપ્ત કર્યો છે. શ્રેષ્ઠા પોતાના ઇન્ટરવ્યુઝમાં કહે છે કે, UPSC જેવી પરીક્ષામાં ટાઇમ મેનેજમેન્ટ સ્કિલ્સ ખુબ જ જરૂરી હોય છે. આ અમારા દેશના સૌથી મુશ્કેલ પરીક્ષામાંથી એક છે. તો સ્પષ્ટ રીતે સમયનો યોગ્ય ઉપયોગ કરવો જ તેમાં સફળતા અપાવી શકે છે.

ગ્રેજ્યુએશન દરમિયાન બનાવાયું આ રૂટીન

શ્રેષ્ઠાએ ડીયુના મિરાંડા હાઉસથી પોલિટિક્સ સાયન્સ એન્જ જ્યોગ્રાફી દ્વારા પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું છે. શ્રેષ્ઠા જણાવે છે કે, ગ્રેજ્યુએશન દરમિયાન જ તેમણે યૂપીએસસીને ટાર્ગેટ કર્યું હતું. આ દરમિયાન તેમણે જે સબ્જેક્ટ વાંચો અને તેના કારણે તેમને સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવામાં ઘણી મદદ મળી. ત્યાર બાદ શ્રેષ્ઠાએ માસ્ટર્સ માટે વર્ષ 2020 માં JNU માં પોતે એનરોલ કર્યા અને પોલિટિક્સની સાથે સાથે ઇન્ટરનેશનલ રિલેશન સબ્જેક્ટ પસંદ કર્યો.

ન્યૂઝ પેપર બન્યું રૂટીન

હવે તમે વિચારી રહ્યા હશો કે અભ્યાસની સાથે યૂપીએસસી માટે તૈયારી કઇ રીતે હોય છે. તે અંગે શ્રેષ્ઠા કહે છે કે હું કોલેજમાં રોજ 4 કલાકનો અભ્યાસ ઉપરાંત 6થી8 કલાકનો અભ્યાસ કરતી હતી. ગ્રેજ્યુએશન દરમિયાન સવારે ઉઠતાની સાથે જ અભ્યાસ રૂટીનનો હિસ્સો બનાવી લીધો જેથી એક કામ પુરૂ થઇ જાય. ત્યાર બાદ કોરોનાને બીજા લોકડાઉન દરમિયાન શ્રેષ્ઠાએ પોતાના સમયને એકદમ યોગ્ય દિશામાં ઉપયોગ કર્યો. તેમણે આ દરિયાન પ્રશ્નોના ઉત્તર લખવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. ગ્રેજ્યુએશનમાં કરાયેલી તૈયારી તેમના કામમાં આવી.

કોલેજ છોડીને સિલેબસને કવરઅપ કરી લીધો

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પ્રીલિમ્સ આવાના હતા તો કેટલાક ક્લાસીઝ છોડવી પડી અને ત્યાર બાદ સિલેબસને કવરઅપ કરી લીધા. તે ઉપરાંત અભ્યાસના સમયને પણ વધારવો પડ્યો. હવે 10થી 12 કલાકનો અભ્યાસ કરવાની જરૂરી થઇ ગઇ હતી. શ્રેષ્ઠા જણાવે છે કે, ક્લાસીઝમાં થનારા ડિસ્કશનથી નોટ્સ બનાવવામાં ઘણી મદદ મળે છે. તેમાં તેમને પોતાના જીએશ પેપરમાં ઘણી મદદ મળી. તેમણે સીએસડીઆર અને રાયસૈના ડાયલોગ જેવા ઓનલાઇન રિસોર્સ પણ સજેસ્ટ કર્યા.

સોશિયલ મીડિયાથી બચો

આ ઉપરાંત તેમણે કહ્યું કે, બિનજરૂરી વસ્તુઓથી બચીને પણ તમે સમય બચાવી શકો છો. સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું ઓછુ કરી દો. આ ઉપરાંત પેપરની તૈયારી કરતા સમયે અકારણ બહાર ફરવાથી બચો.

    follow whatsapp