અમદાવાદ : ભારતીય લોકો ગાયને સૌથી પવિત્ર માને છે. ગાયના દુધને આયુર્વેદમાં અમૃત માનવામાં આવ્યું છે. જો કે અનેકવાર ગાયના કારણે માણસને મરવાનો પણ વારો આવે છે. ગાય સાથેના અકસ્માતમાં વિશ્વમાં વર્ષે કેટલા લોકોના મોત નિપજ્યાં તે અંગેના આંકડા જાણીને કદાચ તમે પણ ચોંકી ઉઠો તેવી શક્યતા છે.
ADVERTISEMENT
વર્લ્ડ એનિમલ ફાઉન્ડેશનની વેબસાઇટ પર છપાયેલા એક સમાચાર અનુસાર પ્રતિ વર્ષ 20થી 22 લોકો અમેરિકામાં ગાયના હુમલાને કારણે મોત પામે છે. જ્યારે 5 કેસ એવા પણ હોય છે જેમાં ગાયોનું ટોળુ મળીને કોઇ વ્યક્તિ પર હુમલો કરે છે. જેમાંથી અનેક ગાયોને મળીને એક વ્યક્તિના જીવ લીધા હોય છે.બીજી તરફ લંડનમાં 4થી 5 લોકો પ્રતિ વર્ષ ગાયના કારણે અકસ્માતમાં જીવ ગુમાવે છે. તેમને જો શાર્કથી કંપેર કરીએ તો પ્રતિ વર્ષ અમેરિકામાં શાર્ક જ્યાં સરેરાશ 5 લોકોના જીવ લેતા હોય છે, બીજી તરફ ગાયના કારણે ઓછામાં ઓછા 22 લોકો ને પોતાનો શિકાર બનાવે છે.
ભારતમાં પણ ગાયોના હુમલા
સોશિયલ મીડિયા પર આંતરે દિવસે અનેક વીડિયોવાયરલ થાય છે, જેમાં લોકો ગાયોના હુમલાનો શિકાર થતા જોતા જઇ રહ્યા હોય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વૃદ્ધ વ્યક્તિને બળદે પોતાના શિંગડે ભરાવ્યા હતા. ભારતમાં આવા કોઇ આંકડા એકત્ર નથી કરવામાં આવતા. જેના કારણે ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે પરંતુ ભારતમાં આ ત્રાસ ખુબ જ મોટા પ્રમાણમાં છે. જો કે આ હુમલાના કારક મોટે ભાગે આખલાઓ હોય છે ગાય નહી.
ADVERTISEMENT