Pannu Khalistan News : અમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા સાથે સંબંધિત ઈનપુટ મળ્યા બાદ ભારતે તપાસ કરવાની જાહેરાત કરી છે. ખાલિસ્તાનીઓના મુદ્દે કેનેડા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન એજન્સીઓએ દાવો કર્યો હતો કે તેમની ધરતી પર ખાલિસ્તાની પન્નુની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને તેનું એક ભારતીય સાથે કનેક્શન છે. અમેરિકાના આરોપ ભારતે પલટ વાર કર્યો છે અને અમેરિકાને અમેરિકામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોની માહિતી આપવાનું કહ્યું છે.
ADVERTISEMENT
ભારતે અમેરિકા પાસેથી માંગવી ઉગ્રવાદી ખાલિસ્તાનઓની યાદી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ FBIના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેને એક બેઠક દરમિયાન અમેરિકામાં રહેતા શીખ ઉગ્રવાદીઓ વિશે માહિતી આપવા કહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, બંને દેશોના અધિકારીઓ વચ્ચે આંતરિક સુરક્ષા અને ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરુદ્ધ અમેરિકન ધરતીથી ષડયંત્ર રચવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. અધિકારીઓએ યુએસ સત્તાધીશોને શંકાસ્પદ લોકોની માહિતી આપવા જણાવ્યું હતું જેઓ તાજેતરમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.
ભારત પર અમેરિકાનો ગંભીર આરોપ
અમેરિકન એજન્સીઓ પાસેથી ઈનપુટ મળ્યા બાદ ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પન્નુની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. વોશિંગ્ટન પોસ્ટમાં ખુલાસો થયો હતો કે અમેરિકન એજન્સીના બે અધિકારીઓ ભારત ગયા હતા. એવું પણ કહેવામાં આવ્યું છે કે નિખિલ ગુપ્તા એક ભારતીય અધિકારીના સંપર્કમાં હતા. બાઈડન પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. ભારત પણ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે.
ADVERTISEMENT