સહારા ગ્રુપના કેટલા રોકાણકારોના પૈસા પાછા મળ્યા? જુઓ વિપક્ષના સવાલ પર સરકારે શું આપ્યો જવાબ

Sahara India Investors: Nirmala Sitharaman: આજે લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સહારાના બાકી નાણાં અંગે પૂછાયેલા પ્રશ્ન પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો

Sahara India Investors

Sahara India Investors

follow google news

 Question hour in lok sabha opposition ask question on Sahara Group: આજે લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સહારાના બાકી નાણાં અંગે પૂછાયેલા પ્રશ્ન પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપતા કહ્યું કે, સરકાર તો હાથ જોડીને ઊભી છે અને કહ્યું છે કે આવો દસ્તાવેજો આપો અને તમારા પૈસા લઈ જાઓ પણ કોઈ આવતું નથી. વિપક્ષને આડે હાથ લેતાં તેમણે કહ્યું કે આ લોકો બહાર જઈને એમ ન કહે કે સરકાર પૈસા નથી આપી રહી. સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સુપ્રીમ કોર્ટ આ મામલાની દેખરેખ કરી રહી છે.

સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર 

પ્રશ્નકાળ દરમિયાન, સીકર (રાજસ્થાન) ના સીપીઆઈ (એમ) સાંસદ અમરા રામે પૂછ્યું હતું કે, સહારા જૂથના રોકાણકારોને કેટલા રૂપિયા પાછા આપવામાં આવ્યા અને કેટલા લોકોને આપવામાં આવ્યા? આનો શરૂઆતમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો હતો. પંકજ ચૌધરીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 138 કરોડ રૂપિયા પરત આવ્યા છે. જવાબથી સંતુષ્ટ ન થતાં અમરા રામે ફરી પ્રશ્ન પૂછ્યો. આ પછી સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો.

નાણા રાજ્ય મંત્રીએ કહ્યું- સરકારનો ઈરાદો સાચો છે

સાંસદ અમરા રામના પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપને 3.7 કરોડ રોકાણકારોની લગભગ 26 હજાર કરોડ રૂપિયાની રકમ 15 ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં સેબીએ સહારા ઈન્ડિયાનું ખાતું ખોલાવ્યું જેમાંથી 15775 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા. આ પછી, કોર્ટ દ્વારા રોકાણકારોને પૈસા પરત કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ એક જાહેરાત આપી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે રોકાણકારોએ આવીને તેમના પૈસા લઈ લેવા જોઈએ. આ માટે રોકાણકારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. પંકજ ચૌકરીએ જણાવ્યું હતું કે આ અંતર્ગત માત્ર 17526 રોકાણકારોએ અરજી કરી હતી અને 138 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે વારંવાર જાહેરાતો કરવા છતાં રોકાણકારો તરફથી તેમના પૈસા ઉપાડવાની અરજીઓ આવી નથી. બાદમાં સેબી સુપ્રીમ કોર્ટમાં અભિપ્રાય લેવા ગઈ હતી. સેબીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 15775 કરોડ રૂપિયામાંથી જે રકમ રોકાણકારોને પરત કરવામાં આવી નથી તે સહારા ગ્રુપની કો-ઓપરેટિવ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવે. આ રકમમાંથી કોર્ટે 5 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.
 

    follow whatsapp