- ડીપફેકથી કંપની સાથે કરોડોની છેતરપિંડી
- હોંગકોંગથી હચમચાવી નાખે એવો સ્કેમ સામે આવ્યો
- એક વીડિયો કોલ અને 207 કરોડનો સ્કેમ
Deepfake Scam : ડીપફેક (Deepfake)નો ઉપયોગ માત્ર લોકોને બદનામ કરવા માટે કરવામાં નથી આવતો, પરંતુ તેનો ઉપયોગ સામાન્ય લોકો અને કંપનીઓ સાથે છેતરપિંડી આચરવા માટે કરવામાં આવી રહ્યો છે. આવો જ એક નવો બનાવ સામે આવ્યો છે, જે હોંગકોંગનો છે. એક મલ્ટીનેશનલ કંપનીએ આ ડીપફેક સ્કેમમાં 2.5 કરોડ ડોલર (આશરે 207.6 કરોડ રૂપિયા) ગુમાવ્યા છે.
ADVERTISEMENT
કંપનીના કર્મચારીઓને કરાયા ટાર્ગેટ
આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ કંપનીના ઘણા કર્મચારીઓના ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યા. ત્યારબાદ તે કંપનીના કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને સ્કેમ થયો. ચાલો જાણીએ તેની સંપૂર્ણ કહાની…
વીડિયોમાં હાજર દરેક શખ્સ નકલી?
આ કેસમાં સ્કેમર્સે ડીપફેકનો ઉપયોગ કરીને કંપનીની હોંગકોંગ બ્રાન્ચના કર્મચારીઓને શિકાર બનાવવામાં આવ્યા છે. આ માટે સ્કેમર્સે કંપનીના ચીફ ફાયનાન્સ ઓફિસર અને અન્ય ઘણા કર્મચારીઓના ડીપફેક વીડિયો બનાવ્યા. આ પછી એક વીડિયો કોન્ફરન્સમાં કંપનીના કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં તેમને પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું.
પીડિત સિવાય તમામ કર્મચારીઓ હતા નકલી
આ વીડિયો કોલમાં પીડિત સિવાયના તમામ કર્મચારીઓ નકલી હતા. એટલે કે દરેકનો ડીપફેક અવતાર તેમાં હાજર હતો. આ માટે સ્કેમર્સે પબ્લિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વીડિયો અને અન્ય ફૂટેજનો ઉપયોગ કર્યો હતો, જેથી મીટિંગમાં હાજર દરેક વ્યક્તિ અસલી લાગે.
હોંગકોંગમાં આ પ્રકારનો પહેલો કેસ
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમનું કહેવું છે કે હોંગકોંગમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે, જેમાં આટલું મોટું સ્કેમ થયું છે. આ કેસમાં પોલીસે કંપની અને તેના કર્મચારી વિશે કોઈ માહિતી આપી નથી. ડીપફેક ટેક્નોલોજી છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે.
અલગ-અલગ એકાઉન્ટમાં કરાવ્યું ટ્રાન્ઝેક્શન
હોંગકોંગમાં થયેલી આ છેતરપિંડીમાં બ્રાન્ચના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટે પોલીસને જાણકારી આપી હતી. પોલીસનું તો સ્કેમનો શિકાર બનેલા કર્મચારીઓએ કોલ દરમિયાન આપવામાં આવેલી જાણકારીને ફોલો કરી હતી. તેઓએ 5 અલગ-અલગ બેંક એકાઉન્ટમાં 15 ટ્રાન્ઝેક્શન કરીને 20 કરોડ હોંગકોંગ ડોલર ટ્રાન્સફર કર્યા હતા.
ડીપફેકને લઈને કડક કાયદો બનાવવાની માંગ
જ્યારે કર્મચારીએ કંપનીના હેડક્વાર્ટરમાં આ અંગે પૂછપરછ કરી તો તેને ખબર પડી કે આ સ્કેમ છે. ભારતમાં ડીપફેક પર ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો સામે આવ્યા હતા. પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટની પણ એક ડીપફેક તસવીર વાયરલ થઈ ચૂકી છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં ડીપફેકને લઈને કડક કાયદો બનાવવાની માંગ ઉઠી છે.
ADVERTISEMENT