ધનબાદ : ઝારખંડના ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આગ લાગવાના કારણે સમગ્ર બિલ્ડિંગમાં અફડા તફડી મચી ગઇ. ધનબાદના SSP સંજીવ કુમારના અનુસાર આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે રેસક્યુંની કામગીરી હજી પણ ચાલી રહી છે. ડીસી ધનબાદ સંદીપ કુમારે ફોન કરીને પૃષ્ટી કરી કે, મૃતકોની કુલ સંખ્યા 14 છે. જેમાં 10 મહિલાઓ, 3 બાળકો અને 1 પુરૂષનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ધનબાદમાં ભયાનક આગ લાગવાનો સિલસિલો યથાવત્ત
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના બૈંક મોડ પોલીસ સ્ટેશનના શક્તિ મંદિર પાસે આશીર્વાદ ટાવરમાં મંગળવારની સાંજે ભીષણ આગ લાગી ગઇ હતી. ત્યાર બાદ લોકોમાં અફડા તફડી મચી હતી. આ આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયરના તમામ પ્રયાસો છતા પણ હજી સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો. આશીર્વાદ ટાવરમાં કેટલા લોકો ફસાયેલા છે. તેની માહિતી અત્યાર સુધી નથી મળી શકી. બિલ્ડિંગમાં લાગેલી આગ દુર દુરથી દેખાઇ રહી હતી.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી
આ ઘટના અંગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. સીએમ સોરેને કહ્યું કે, હું પોતે સમગ્ર મામલા પર ધ્યાન રાખી રહ્યો છું. ધનબાદના ડેપ્યુટી કમિશ્નર સંદીપ કુમાર ઘટના સ્થળ પર છે. પુજા દરમિયાન એક ચિનગારીના કારણે આગ લાગી ગઇ હતી. બચાવ કાર્ય પુર્ણ થયા બાદ જ મૃતકો અને ઘાયલોનો સાચો આંકડો મળી શકશે. જો કે એએસપીએ પૃષ્ટી કરી કે મૃતકોની સંખ્યા 14 કરતા વધારે છે.
હાજરા ક્લિનિકમાં પણ લાગી ગઇ હતી ભયાનક આગ
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ શહેરના જ બેંકમોડ વિસ્તારના હાજરા ક્લીનિકમાં આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં 5 લોકોનું ગુંગળાવાને કારણે મોત નિપજ્યું હતું. ત્યાર બાદ હવે આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઉપરાંત ગત્ત સોમવારે પણ ધનબાદમાં આગ લાગવાને કારણે 19 થી વધારે દુકાનોમાં ભીષણ આગ લાગી ગઇ હતી.
ADVERTISEMENT