Bengaluru ના કેફેમાં ભયાનક બ્લાસ્ટ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ

Gujarat Tak

01 Mar 2024 (अपडेटेड: Mar 1 2024 5:36 PM)

બેંગ્લુરૂના કુંડલાહલ્લીમાં આવેલ રામેશ્વરમ કેફેમાં એક રહસ્યમયી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

bengaluru Rameshwar cafe blast

બેંગ્લુરૂના રામેશ્વર કેફેમાં બ્લાસ્ટથી 5 ગંભીર રીતે ઘાયલ

follow google news

બેંગ્લુરૂ : બેંગ્લુરૂના કુંડલાહલ્લીમાં આવેલ રામેશ્વરમ કેફેમાં એક રહસ્યમયી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે પોલીસ તો દોડતી થઇ છે ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓની ચિંતા પણ વધી ગઇ છે. ત્યાર બાદ પોલીસે તપાસ તેજ કરી દીધી છે. 

એક વ્યક્તિની બેગમાં થયો ભયાનક બ્લાસ્ટ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, એક બેગમાં છુપાવીને રખાયેલી વસ્તુમાં અચાનક બ્લાસ્ટ થઇ ગયો હતો. જેના કારણે ભીડભાડવાળા કેફેમાં અપડા તફડી મચી ગઇ હતી. બીજી તરફ વિસ્ફોટમાં ન માત્ર પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા પરંતુ કેફે પરિસરને પણ ખુબ જ  નુકસાન પહોંચ્યું છે. 

અજાણ્યા વ્યક્તિની પોલીસે શોધખોળ આદરી

પોલીસ અહેવાલ અનુસાર એક અજાણ્યો વ્યક્તિ બેગ લઇને આવ્યો હતો. જેમાં રખાયેલી વસ્તુમાં વિસ્ફોટ થઇ ગયો હતો. વિસ્ફોટના કારણે ઘટના સ્થળ પર આગ લાગી ગઇ હતી, જેને કેફેને ઘણુ નુકસાન પહોંચ્યું હતું. આગને બુઝાવવા માટે તુરંત જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. પોલીસે પણ ઘટના સ્થળ પર ત્વરિત કાર્યવાહી કરી અને પુરાવા શોધવા અને સંભવિત ખતરાને જોતા વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 

અબ્દુલ કલામને શ્રદ્ધાંજલી સ્વરૂપે કેફેનું નિર્માણ

બેંગ્લુરૂના કુંડલાહલ્લીમાં આવેલા રામેશ્વરમ કેફેની સ્થાપના વર્ષ 2021 માં સીએ દિવ્યા રાઘવેન્દ્ર રાવ અને રાઘવેન્દ્ર રાવ દ્વારા કરવામાં આવી હતી. આ નામ દિવંગત ડૉ. એપીએજે અબ્દુલ કલાબના જન્મસ્થાનને શ્રદ્ધાંજલી સ્વરૂપે પસંદ કરવામાં આવ્યું હતું. બેંગ્લુરૂનું આ ખુબ જ પ્રખ્યાત કેફે પણ છે. 

    follow whatsapp