જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માતઃ મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 30 લોકોના મોત

Accident In Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 30 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. આ દુર્ઘટના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં સર્જાઈ…

gujarattak
follow google news

Accident In Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 30 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. આ દુર્ઘટના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો પ્રારંભિક આંકડો 30 હોવાનું કહેવાય છે, પરંતુ અકસ્માતને જોતા એવું લાગી રહ્યું છે કે આ આંકડો હજુ પણ વધી શકે છે.

બચાવ કામગીરી હાથ ધરી

દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બસ ખીણમાંથી પડેલી જોવા મળી રહી છે. ઘણી ઉંચાઈ પરથી બસ નીચે ખાબકતા બસના બે ટુકડા થઈ ગયા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્થાનિક વહીવટી તંત્રની સાથે લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે.

….આ કારણે સર્જાયો હશે અકસ્માત

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જ્યાં અકસ્માત સર્જાયો છે, ત્યાંથી એક રસ્તો પસાર થાય છે, જેના વળાંક પર ઘણી ઊંડી ખીણ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અહીંથી વળાંક લેતી વખતે બસના ચાલકે સ્ટિંયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હશે, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો છે.

LG મનોજ સિન્હાએ વ્યક્ત કર્યું દુઃખ

આ દુર્ઘટના પર જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, ડિવિઝનલ કમિશનર અને જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્ત લોકોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

    follow whatsapp