PM મોદીની US મુલાકાત પહેલા ISI નું ભયાનક ષડયંત્ર, આ પ્રકારે ચારેબાજુથી ઘેરીને હુમલાની તૈયારી

નવી દિલ્હી : PM મોદી મંગળવારે પોતાની ત્રીદિવસીય મુલાકાત માટે અમેરિકા રવાના થશે. પોતાના અમેરિકી મુલાકાત દરમિયાન પીએમ મોદીના કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ તરફ…

gujarattak
follow google news

નવી દિલ્હી : PM મોદી મંગળવારે પોતાની ત્રીદિવસીય મુલાકાત માટે અમેરિકા રવાના થશે. પોતાના અમેરિકી મુલાકાત દરમિયાન પીએમ મોદીના કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ તરફ પીએમ મોદીની મુલાકાત અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI એ પીએમ મોદી અમેરિકી મુલાકાત અંગે અમેરિકામાં સક્રિય થયેલા ખાલિસ્તાન સમર્થિત સંગઠનની સાથે સાથે ભારતની વિરુદ્ધ કામ કરી રહેલા સમુહોની સાથે બેઠક કરી છે. તેનો ઇરાદો ભારતની વિરુદ્ધ મોટા કાવત્રાને અંજામ આપી શકે છે.

ગુપ્ત માહિતી અનુસાર ISI એ વડાપ્રધાન મોદીની અમેરિકન યાત્રાનો વિરોધ કરવા માટે અમેરિકામાં ગત્ત ઘણા દિવસોથી સક્રિય છે. આઇએસઆઇએ ભારતની વિરુદ્ધ કાવત્રાને અંજામ આપવા માટે અનેગ સંગઠનોને ફંડિગ પણ આપવામાં આવી છે.અમેરિકી યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીની જે પ્રકારે આવકારવાની તૈયારી કરવામાં આવી છે. તેનાથી પાકિસ્તાન પરેશાન છે. ભારતની સતત વધી રહેલી શાખ પાકિસ્તાનને પસંદ નથી આવી રહી.

આ જ કારણ છે કે, વડાપ્રધાન મોદીનો વિરોધ કરાવવા માટે એક ટુલકિટ પણ તૈયાર કરવામાં આવી છે. આ ટુલ કિટમાં કઇ રીતે ભારતનો વિરોધ કરવાનો છે અને કયા કયા સ્થળો પર ધરણા પ્રદર્શન કરવાનો છે. તેનું પહેલાથી જ આયોજન કરવામાં આવ્યું છે. આ જ નહી ધરણા પ્રદર્શન દરમિયાન કઇ કઇ પોસ્ટર્સનો ઉપયોગ કરવાનો છે તેની તૈયારી પણ કરવામાં આવી છે. ભારત વિરોધી કાવત્રાને અંજામ આપવા માટે એક ખાસ વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. આ વેબસાઇટમાં તમામ લોકોને કહેવાયું છે કે, તેઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે જેથી ભારત વિરોધી કાવત્રાને અંજામ આપી શકાય.

ભારતીય સેના વિરુદ્ધ માનવાધિકાર હનન અંગેના ફેક પ્રોપેગેંડાવાળા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાતં #ModiNotWelcome જેવા હેશટેગ પણ બનાવવામાં આવ્યા છે. જોવામાં આવે તો સમગ્ર વિશ્વમાં ભારતની વધતી સાખનો વિરોધ કરવા માટે તેની પહેલા પણ ISI એ એવા જ કાવત્રાને અંજામ આપ્યો છે. જોઇએ તો સમગ્ર વિશ્વમાં ભારતની વધતી શઆખ કરવા માટે તેની પહેલા પણ ISI એ એવા જ કાવત્રાને અંજામ આપ્યો હતો. તેમાં નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ પાકિસ્તાનથી સોશિયલ મીડિયા પર ભારત વિરોધી અનેક હેશટેગ ટ્રેન્ડ કરાવવામાં આવ્યા હતા.

PM ની યાત્રા 21 જુનથી શરૂ થઇ રહી છે. વડાપ્રધાન આ દરમિયાન વ્હાઇટ હાઉસની પણ મુલાકાત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેનને 22 જુને મોદી માટે રાજકીય ભોજનું આયોજન કર્યું છે. આ યાત્રા દરમિયાન પીએમ મોદી 22 જુને અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.

શું છે વ્હાઇટ હાઉસની યોજના
રાષ્ટ્રપતિ જો બાઇડેનના પ્રમુખ મંત્રિઓએ હાલના દિવસોમાં ભારતની સાથે સંપુર્ણ સ્પષ્ટતા અને ઉત્સાહની સાથે વાત કરી છે. આ વાતચીત દરમિયાન અમેરિકી મંત્રીઓએ જુની ધારણાઓને તોડવા અને અમેરિકી અધિકારીઓની અંદર ભારત અંગેની ઝીઝક દુર કરવા માટેની પહેલ પર જોર આપ્યું.

વ્હાઇટ હાઉસ મોદીની યાત્રાને એક એવા ઉદાહરણ તરીકે રજુ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે જે બંન્ને દેશોના સંબંધોને એક નવી ઉંચાઇએ લઇ જશે. ઇન્ડો-પેસિફિક માટે વ્હાઇટ હાઉસના સમન્વયક કર્ટ કેપબેલના શબ્દોમાં કહીએ તો બંન્ને દેશોના સંબંધ ખુબ જ પરિવર્તનના દોરમાંથી ગુજરી રહ્યા છીએ. કેપબેલે આ મહિનાની શરૂઆતમાં ભારતની યાત્રા કરી હતી.

    follow whatsapp