Noida Scooty Stunt Girls Holi: સમગ્ર દેશમાં ધુળેટીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. લોકો રંગોથી રંગાયેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો ભડકી ગયા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વીડિયોમાં એક સ્કૂટર પર ત્રણ લોકો સવાર છે, જેમાં બે છોકરીઓ અને એક છોકરો છે. છોકરો સ્કૂટર ચલાવી રહ્યો છે અને છોકરીઓ સામસામે બેઠેલી છે. આ વાયરલ વીડિયોની અમે પુષ્ટિ કરતા નથી.
ADVERTISEMENT
સ્કૂટી પર બેસીને ડાન્સ કરી રહી છે યુવતીઓ
વાયરલ વીડિયોમાં બંને યુવતીઓ 'મોહે રંગ લગા દે' ગીત પર સ્કૂટી પર બેસીને ડાન્સ કરી રહી છે. યુવતીઓ ડાન્સ કરી રહી છે કે અશ્લીલ હરકતો કે પછી રોમાન્સ, તેનો અંદાજ તમે વીડિયો જોઈને જાતે જ લગાવી દો. જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં યુઝર્સ ભડકી ગયા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
વીડિયો જોઈને યુઝર્સ ભડક્યા
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગ્રેટર નોઈડાનો છે. એક તરફ બે યુવતીઓ સામ સામે બેસીની ખરાબ હરકતો કરી રહી છે, તો યુવક સ્કૂટી ચલાવી રહ્યો છે, તે પણ હેલમેટ વગર. વીડિયો શેર કરીને પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
'સમાજમાં શું સંદેશ જશે?'
યુઝર્સ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હોળીના નામે અશ્લીલતા ફેલાવતી સુશીલ કન્યાઓ, દિલ્હી મેટ્રોની અસર ગ્રેટર નોઈડા સુધી થઈ, એક યુઝરે લખ્યું કે, આનાથી સમાજમાં શું સંદેશ જશે? બાળકો પણ આ વીડિયો જુએ છે.
પોલીસે ફટકાર્યો દંડ
આપને જણાવી દઈએ કે, વીડિયો વાયરલ થયા બાદ નોઈડા પોલીસે 33 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોલીસે આ જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી છે.
ADVERTISEMENT