Holi 2024: ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારનું પોતાનું અલગ મહત્વ છે. તેમાંથી એક છે હોળીનો તહેવાર, જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. હોળીનો તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે અને 25 માર્ચે રંગ સાથે ધુળેટી રમવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, હોળીના દિવસે કેટલાક ઉપાયો કરવાથી ઘરની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ લાવવાથી સુખ-સંપત્તિ, વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે.
ADVERTISEMENT
શ્રીયંત્ર
શ્રીયંત્રમાં માતા લક્ષ્મી સહિત 33 કોટિ દૈવીય શક્તિઓ વાસ કરે છે. આ યંત્રને તમારી દુકાન અથવા મકાનમાં ગલ્લા અથવા તિજોરીમાં રાખવાથી ધન, સંપત્તિ અને વૈભવની પ્રાપ્તી થાય છે.
મોતી શંખ
મોતી શંખ આર્થિક રૂપથી મજબૂત બનાવે છે અને ઘણા પ્રકારના શારીરિક રોગોને પણ દૂર કરવામાં મદદ કરે છે. તેને સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
પીળા રંગની કોડિયો
આજે પીળા રંગની કોડિયોને ખરીદીને લાલ કપડામાં બાંધી લો અને લોકરમાં મૂકી દો. જ્યોતિષ અનુસાર, આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.
ગોમતી ચક્ર
જો તમે ધન તો કમાવો છો, પરંતુ તમે તેને બચાવી શકતા નથી તો પછી 11 ગોમતી ચક્રોને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં મુકો. આમ કરવાથી ધનમાં બરકત રહેશે.
એકાક્ષી નાળિયેર
એક આંખવાળા નાળિયેરને એકાક્ષી નાળિયેર કહેવામાં આવે છે. જે ઘરમાં આ નાળિયેરની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આને કારણે ઘરમાં હંમેશા સુખ અને સંપત્તિ રહે છે.
નોંધઃ આ લેખ વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે. તેના સત્ય હોવાની અમે પુષ્ટી નથી કરતા, આ બસ કેટલીક ધાર્મિક માન્યતાઓના આધારે લખવામાં આવ્યો છે.
ADVERTISEMENT