Hockey World Cup: ભારતની ધમાકેદાર શરૂઆત, પહેલી જ મેચમાં સ્પેનને પછાડ્યું

રાઉરકેલા : ભારતીય ટીમે હોકી વર્લ્ડ કપ 2023 માં પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી. શનિવારે બિરસા મુંડા સ્ટેડિયમ માં થયેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ સ્પેનને…

gujarattak
follow google news

રાઉરકેલા : ભારતીય ટીમે હોકી વર્લ્ડ કપ 2023 માં પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી. શનિવારે બિરસા મુંડા સ્ટેડિયમ માં થયેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ સ્પેનને 2-0 થી મ્હાત આપી હતી. ભારતીય ટીમની જીતમાં અમિત રોહિદાસ અને હાર્દિક સિંહનો મહત્વનો રોલ રહ્યો હતો. જેણે પોતાની ટીમ માટે એક એખ ગોલ ફટકાર્યો હતો. ભારતીય ટીમે પોતાની બીજી મેચમાં 15 જાન્યુઆરીએ ઇંગ્લેન્ડ સામે ટકરાશે.

ભારતીય ટીમ પ્રથમ ક્વાર્ટરમાં નબળી પડી હતી
ટીમ ઇન્ડિયાએ પહેલા ક્વાર્ટરમાં 11 મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જો કે હરમનપ્રીત સિંહ આ ગોલ નહોતો કરી શખ્યો. થોડી સેકન્ડો બાદ વિપક્ષી ખેલાડીના ખતરનાક પ્લેના કારણે ભારતને ફરીથી પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જો કે આ વખતે ભારતીય ટીમે મોકાનો લાભ લીધો અમિત રોહિદાસે ગોલ ફટકારીને ટીમને 1-0 થી બઢત અપાવી હતી. પછી રમતની 13 મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર કોઇ ગોલ નહોતો.

પહેલા ક્વાર્ટર બાદ ભારતીય ટીમ હાવી થઇ ગઇ હતી
પહેલા ક્વાર્ટરમાં 1-0 થી આગળ રહેલી ભારતીય ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન બીજા ક્વાર્ટરમાં પણ શાનદાર રહ્યું હતું. ત્યાર બાદ તે સંપુર્ણ વિપક્ષી ટીમ પર હાવી રહી હતી. ભારતને એટેકિંગ હોકી રમવાનો ફાયદો રમતની 26 મી મિનિટે થયો હતો. હાર્દિક સિંહે ફિલ્ડગોલ કરી દીધો. આ પ્રકારે ભારતીય ટીમ મેચમાં 2-0 થી આગળ નિકળી ગઇ અને સ્કોર હાફ ટાઇમ સુધી યથાવત્ત રહ્યો. પહેલા 30 મિનિટમાં સ્પેનને માત્ર એક પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર તેના ખેલાડી ગોલ નહોતા કરી શક્યા.

ભારતીય ટીમે જીત પ્રાપ્ત કરી લીધી હતી
ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારતને ગોલ કરવાની અનેક તક મળી. રમતની 32 મી મિનિટે ભારતને પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો. જો કે હરમનપ્રીત ગોલ નહોતા કરી શક્યા કારણ કે વિપક્ષી ગોલકિપરે શાનદાર બચાવ કર્યો. 37 મી અને 43 મી મિનિટે ભારત પેનલ્ટી કોર્નરનો ગોલમાં પરિવર્તિત કરી શક્યા નહોતા. ચોથા ક્વાર્ટરમાંસ્પેનીશ ટીમને બે પેનલ્ટી કોર્નર મળ્યો. જો કે તેઓ ગોલ નહોતા કરી શક્યા. આ પ્રકારે ભારતે 2-0 થી મેચ પોતાના નામે કરી હતી.

    follow whatsapp