Truck Drivers Protest : શું કાયદાના ખોટા અર્થઘટનથી દેશભરમાં ડ્રાઈવરો કરી રહ્યા છે વિરોધ?

Truck Drivers Protest : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું…

gujarattak
follow google news

Truck Drivers Protest : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ. આ માંગને લઈને ગુજરાતથી લઈને દિલ્હી સુધી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ટ્રક ચાલકોએ દિલ્હી-હરિયાણા, યુપી, મુંબઈ સહિત અનેક જગ્યાએ પોત-પોતાની ટ્રકો રસ્તાઓ પર ઉભી રાખીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.

હકીકતમાં કાયદો શું કહે છે?

આ કાયદાને પછી ખેંચવાની માંગ એટલા માટે ઉઠી છે કારણ કે ડ્રાઈવરોનું માનવું છે કે, કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને કચડીને ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષની જેલ અને 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. પરંતુ શું આ કાયદામાં આવું કોઈ પ્રવધાન છે ખરી? જો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 106(2) હેઠળ વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. આ કાયદામાં 7 લાખ રૂપિયાના દંડ અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી જ નથી.

જો કાયદાની વાત કરવામાં આવે તો હિટ એન્ડ રનના વધતા જતા વાહનોના કેસોને સંબોધવા માટે એક જોગવાઈ દાખલ કરવામાં આવી છે, જેને BNS 2023 ની કલમ 106(2) હેઠળ સજાપાત્ર અપરાધ બનાવવામાં આવ્યો છે. જે કોઈ પણ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે તે કોઈપણ ઉતાવળ અથવા બેદરકારીભર્યું કૃત્ય કરીને છટકી જાય છે. ઘટના સ્થળેથી પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટના જાહેર કર્યા વિના, તેને દસ વર્ષ સુધી લંબાવવામાં આવી શકે તેવી મુદતના વર્ણનની કેદ અને દંડ સાથે સજા કરવામાં આવશે.

નવા કાયદા સામે ટ્રક ચાલકોમાં રોષ

સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, આ એકદમ ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. આને લઈને ગ્રેટર નોઈડાના ઈકોટેક 3 વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરોએ પોતાના વાહનો રસ્તા પર ઉભા રાખીને રોડ બ્લોક કરી દીધો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, પોલીસની સમજાવટ બાદ તેઓએ પોતાના વાહનો હટાવ્યા હતા.

ગુજરાતના અનેક વિસ્તારોમાં વિરોધ

ગઈકાલે ગુજરાતના ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કરવા આખા રોડ પર ચક્કાજામ કર્યુ હતું. નેશનલ હાઈવે પર આશરે 2થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો.

ભચાઉઃ ટ્રક ડ્રાઈવરોએ કર્યો ચક્કાજામ

ભચાઉ તાલુકાના સામખિયાળી નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંદાજિત 400થી 500 જેટલા ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેન્દ્ર સરકાર આ કાયદામાં ફેરફાર કરે એવી માંગ કરી હતી.

    follow whatsapp