પેરિસ : આ ઘટના પેરિસ મેટ્રો સ્ટેશનની છે. ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે, મહિલાનો વ્યવહાર ખુબ જ ઉગ્ર હતો. તે લોકોને પણ ધમકાવી રહી હતી. પોલીસે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જ્યારે મહિલાએ જ્યારે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી તો પોલીસે તેના પર ગોળી ચલાવી દીધી હતી.
ADVERTISEMENT
હિજાબ પહેરેલી મહિલાને ગોળી મારી દેવાઇ
ફ્રાંસની રાજધાની પેરિસમાં મંગળવારે હિજાબ પહેરેલી એખ મહિલાને ગોળી મારી દીધી હતી. આ ઘટના પેરિસ મેટ્રો સ્ટેશન પર થઇ હતી. ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે, મહિલા જોર જોરથી અલ્લાહુ અકબરના નારા લગાવી રહી હતી. તે પોતે તે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહી હતી.
પોલીસે જણાવ્યું કે મહિલાનો વ્યવહાર ખુબ જ ઉગ્ર હતો
એએફપીના રિપોર્ટ અનુસાર મહિલાનો વ્યવહાર ખુબ જ ઉગ્ર હતો. તે લોકોને પણ ધમકાવી રહી હતી. પોલીસે તેને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા. જો કે જ્યારે મહિલાએ પોતે બોમ્બથી ઉડાવવાની ધમકી આપી તો પોલીસે તેના પર ગોળી ચલાવી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓએ ખુબ જ ખોફના માહોલમાં આત્મરક્ષા માટે ગોળી ચલાવી હતી.
ગોળી મહિલાના પેટમાં વાગી હતી
રિપોર્ટ અનુસાર ગોળી મહિલાના પેટમાં વાગી હતી. તેના કારણે તે ખરાબ રીતે ઘાયલ થઇ ગઇ. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. ત્યાર બાદ તપાસમાં મહિલા પાસે કોઇ પ્રકારના હથિયાર કે વિસ્ફોટક મળી આવ્યો નહોતો. જો કે હાલ તો આ ઘટનાને કારણે ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT