ઈરાનઃ ડ્રેસ કોડ સંબંધિત બે મહિનાથી ચાલી રહેલા વિરોધ વચ્ચે ઈરાનના દાયકાઓ જૂના હિજાબ કાયદાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ કાયદા હેઠળ અહીં મહિલાઓ માટે માથું ઢાંકવું ફરજિયાત છે. ઈરાનમાં 16 સપ્ટેમ્બરથી કુર્દિશ મૂળની 22 વર્ષીય ઈરાની મહસા અમીનીના કસ્ટડીમાં મૃત્યુ બાદ વિરોધ થઈ રહ્યો છે. જેની મોરાલિટી પોલીસ દ્વારા શરિયા આધારિત હિજાબ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી તો વિરોધીઓ તેમના હિજાબ સળગાવે છે. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરે છે અને મુસ્લિમ મૌલવીઓના માથા પરથી પાઘડીઓ ફેંકી દે છે. મહસા અમીનીના મૃત્યુથી, ખાસ કરીને તેહરાન ઉત્તરમાં મોટી સંખ્યામાં મહિલાઓ હિજાબ પહેરતી નથી.
ADVERTISEMENT
ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ જાફર મોન્ટાઝેરીએ એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે “સંસદ અને ન્યાયતંત્ર બંને કાયદામાં કોઈ ફેરફારની જરૂર છે કે કેમ તે મુદ્દે કામ કરી રહ્યા છે.” ISNA સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે શું સુધારા કરી શકાય છે.
એટર્ની જનરલે જણાવ્યું હતું કે સમીક્ષા ટીમ બુધવારે સંસદના સાંસ્કૃતિક કમિશન સાથે મળી હતી અને એક કે બે સપ્તાહમાં તેનું પરિણામ જોશે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ શનિવારે કહ્યું કે ઈરાનના પ્રજાસત્તાક અને ઈસ્લામિક પાયા બંધારણીય રીતે મજબૂત છે.
ઇસ્લામિક ક્રાંતિના ચાર વર્ષ બાદ એપ્રિલ 1983માં ઇરાનમાં તમામ મહિલાઓ માટે હિજાબ હેડસ્કાર્ફ ફરજિયાત બન્યો હતો. જેણે યુએસ સમર્થિત રાજાશાહીને ઉથલાવી હતી. તે દેશમાં અત્યંત સંવેદનશીલ મુદ્દો છે જ્યાં રૂઢિચુસ્તો આગ્રહ કરે છે કે તે ફરજિયાત હોવું જોઈએ, જ્યારે સુધારકો તેને વ્યક્તિગત પસંદગી પર છોડી દેવા માંગે છે.
ADVERTISEMENT