ગરમીમાં Smartphone ના બ્લાસ્ટ થવાનો વધારે ખતરો! ક્યારેય ન કરતા આ 3 ભૂલો

Smartphone Blast Reason in Summer Season: ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન તમે જે રીતે તમારી સ્કિન અને હેલ્થનું ધ્યાન રાખો છો, તેવી જ રીતે તમારે તમારા ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ.

Smartphone Blast Reason in Summer Season

સાવધાન! આ ભૂલ કરશો તો સ્માર્ટફોન થશે બ્લાસ્ટ

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ઉનાળાની ઋતુમાં ફોનનો ઉપયોગ સાચવીને કરો

point

ફોનનો ઉપયોગ કરતી સાવધાની રાખવી જોઈએ

point

ઉનાળામાં વધી જાય છે ફોન બ્લાસ્ટ થવાના કિસ્સા

Smartphone Blast Reason in Summer Season: ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન તમે જે રીતે તમારી સ્કિન અને હેલ્થનું ધ્યાન રાખો છો, તેવી જ રીતે તમારે તમારા ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને ફોન અથવા લેપટોપનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આમ તો ફોન ફાટવાના ઘણા સમાચાર સામે આવતા રહે છે, પરંતુ ઉનાળામાં ફોન બ્લાસ્ટ થવાના કિસ્સાઓ ઘણા વધી જાય છે. 

ઉનાળામાં વધ્યા હતા કિસ્સાઓ

ગયા વર્ષે ઉનાળામાં આવા અનેક કિસ્સાઓ નોંધાયા હતા, જ્યારે લોકોના હાથમાં અને ખિસ્સામાં રાખેલા મોબાઈલ ફોનમાં અચાનક આગ લાગી ગઈ હતી. કેટલાક કિસ્સા એવા પણ હતા કે જ્યારે ફોન અચાનક બ્લાસ્ટ થઈ ગયો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ આકરી ગરમી પડશે અને આવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો આપણે અગાઉના આંકડાઓ પર નજર કરીએ તો અન્ય ઋતુની સરખામણીએ ગરમીમાં ફોન બ્લાસ્ટ થવાનું જોખમ વધારે હોય છે, ચાલો જાણીએ કે કઈ-કઈ ભૂલોને કારણે મોબાઈલ ફોન ફાટી શકે છે?

ગરમીમાં ફોનના ફાટવાનો વધારે ખતરો!

વધુ પડતી ગરમી અને સૂર્યપ્રકાશના સીધા સંપર્કને કારણે ફોન વધુ ગરમ પણ થઈ શકે છે અને તેના ફાટવાની શક્યતા પણ વધી શકે છે. જૂના સ્માર્ટફોનમાં આ શક્યતા વધુ રહે છે. જ્યારે લેટેસ્ટ ફીચર્સવાળા ફોન ક્યાંકને કયાંક એક સારા પ્રોસેસર અને બેટરીની સાથે આવતા હોવાથી તેના ફાટવાના ચાન્સ ઘણા ઓછા હોઈ શકે છે. મોટાભાગની કંપનીઓ લિથિયમ-આયન બેટરીની સાથે ફોન તૈયાર કરે છે. આવી બેટરીના પાર્ટ્સ તૂટી શકે છે અને પછી ફોન બ્લાસ્ટ થવાની શક્યતા પણ વધી જાય છે. જો ફોન ગરમ થાય અથવા બેટરીમાં ખામી સર્જાય તો તેમાં બ્લાસ્ટ થવાની પણ શક્યતા છે.

ક્યારેય ન કરતા આ 3 ભૂલો

ફોનને પર્સમાં કે ખિસ્સામાં રાખશો નહીં

સૂર્યપ્રકાશ સાથે ગરમી પણ વધી જાય છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે જ્યારે તમે ફોન લઈને બહાર જઈ રહ્યા હોવ ત્યારે ફોનને તમારા ખિસ્સા કે પર્સમાં લાંબા સમય સુધી ન રાખો. જો તમે તેને રાખશો તો પણ ધ્યાન રાખો કે ફોન સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં ન આવે. અન્યથા ફોન ગરમ થવાને કારણે ફાટી પણ શકે છે.

ફોન કવરનો ઉપયોગ ન કરો

સ્માર્ટફોન પર કવર લગાવવું યોગ્ય માનવામાં આવતું નથી. તેનાથી હીટિંગની સમસ્યા પણ થઈ શકે છે અને તમારો ફોન બ્લાસ્ટ થઈ શકે છે.

બેટરી પણ બની શકે છે કારણ 

ફોન ફાટવાનું એક કારણ બેટરી પણ છે. એવું કહેવાય છે કે લાંબા સમય સુધી ચાર્જ કરવાથી ફોનની બેટરી પર ભાર આવે છે અને પછી તેમાં હીટિંગની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં ફોન ફાટવાની શક્યતા વધી શકે છે.

    follow whatsapp