હેલ્મેટ ન પહેર્યું હોય અને અકસ્માત થાય તો ઈન્શ્યોરન્સ ક્લેઇમ મળે કે નહીં? હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો

Helmet Insurance Claim: બાઇક સવારો માટે રાહતની ખબર આવી છે. કર્ણાટક હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો બાઇક સવાર અકસ્માતમાં દોષિત ન હોય તો વીમા કંપની હેલ્મેટ ન પહેરવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા બાઇક સવારને મળનારી ક્લેમની રકમમાં ઘટાડો કરી શકતી નથી.

Accident claim

Accident claim

follow google news

Helmet Insurance Claim: બાઇક સવારો માટે રાહતની ખબર આવી છે. કર્ણાટક હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો બાઇક સવાર અકસ્માતમાં દોષિત ન હોય તો વીમા કંપની હેલ્મેટ ન પહેરવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા બાઇક સવારને મળનારી ક્લેમની રકમમાં ઘટાડો કરી શકતી નથી.

હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું, “જો કે હેલ્મેટ પહેરવું એ સલામતી માટે અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ છે, પરંતુ વળતરની રકમ ઘટાડવા માટે તે એકમાત્ર માપદંડ ન હોવો જોઈએ. મોટર વાહન અકસ્માતમાં બેદરકારીનો ખ્યાલ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે ઇજાગ્રસ્ત પક્ષની પોતાની બેદરકારીના કારણે અકસ્માતમાં થયો હોય.”

શું હતી સમગ્ર ઘટના?

હકીકતમાં રામનગર જિલ્લાના સદાથ અલી ખાનને 5 માર્ચ, 2016 ના રોજ એક ઝડપી કારે તેની બાઇકને ટક્કર મારતાં ઘણી ઇજાઓ થઈ હતી. તેની સારવાર પર 10 લાખ રૂપિયા ખર્ચ્યા પછી, ખાને એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો અને વીમાનો દાવો કર્યો.

જો કે, ટ્રિબ્યુનલે, 24 સપ્ટેમ્બર, 2020 ના રોજના તેના આદેશમાં, એમ કહેતા તેને વળતર તરીકે 5.6 લાખ રૂપિયાન આપ્યા હતા, કે ક્લેમ કરનારે અકસ્માત સમયે હેલ્મેટ પહેર્યું ન હતું. ખાને આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને કહ્યું હતું કે, અકસ્માત બાદ તે તેની રૂ. 35,000 પ્રતિ માસની નોકરી ચાલુ રાખી શકતો નથી. કોર્ટે વળતર વધારીને રૂ. 6,80,200 કર્યું.

વિશાખાપટ્ટનમમાં નવો નિયમ લાગુ

મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટુ-વ્હીલર પર સવાર ચાલક માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હાઈકોર્ટના આદેશ બાદ, વિશાખાપટ્ટનમમાં 1 સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેના કારણે હવે દ્વિચક્રી વાહન ચલાવતી વખતે પાછળથી ચાલનાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે.

જો કોઈ આ નિયમનું પાલન નહીં કરે તો 1035 રૂપિયાનું ચલણ કાપવામાં આવશે અને લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ પણ થઈ શકે છે. શહેરમાં વધી રહેલા અકસ્માતોને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ISI ચિહ્નિત હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રહેશે.

ખાસ છે કે, ગુજરાતમાં પણ હેલ્મેટના નિયમનું પાલન ન થતા હાઈકોર્ટે ટકોર કરી હતી અને તંત્રને 15 દિવસમાં હેલ્મેટનો નિયમ ફરજિયાત કરવા માટે કડક આદેશ આપ્યા હતા. જેમાં માત્ર વાહન ચલાવનાર જ નહીં પરંતુ પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરાવવા આદેશ અપાયો હતો.

    follow whatsapp