Lucknow Highcourt On Adipurush: ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરૂષ અંગે હાલ સમગ્ર દેશમાં વિવાદનો મધપુડો છંછેડાયેલો છે. જો કે આ અંગે લખનઉ હાઇકોર્ટે મેકર્સની ઝાટકણી કાઢી નાખી છે. હાઇકોર્ટે સેન્સર બોર્ડ માટે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આદિપુરૂષ અંગે દાખલ એક અરજી અંગે સુનાવણી કરતા હાઇકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રીપ્રકાશસિંહની ડિવીઝન બેંચે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે તમે તમારી આગામી પેઢીને શું શિખવી રહ્યા છો?
ADVERTISEMENT
અધિવક્તા અને રંજના અગ્નિહોત્રીએ કોર્ટમાં દલિલ દરમિયાન પોતાનો પક્ષ રજુ કરતા કહ્યું કે, ફિલ્મમાં દેખાડવામાં આવેલા વિવાદાસ્પત તથ્યો અને ડાયલોગ્સથી હાઇકોર્ટને અવગત કરાવ્યા હતા. 22 જુને પ્રસ્તુત અમેડમેન્ટ એપ્લીકેશનને હાઇકોર્ટ દ્વારા સ્વીકૃત કરતા સેંસર બોર્ડ તરફતી હાજર અધિવક્તા અશ્વિનિ સિંહને હાઇકોર્ટે પુછ્યું કે, સેંસર બોર્ડ શું કરી રહ્યું છે? શું સેંસર બોર્ડ પોતાની જવાબદારીઓને સમજે છે?
ધાર્મિક ગ્રંથોને તો છોડી દો
કોર્ટે કહ્યું કે, માત્ર રામાયણ જ નહી પરંતુ પવિત્ર કુરાન, ગુરૂ ગ્રંથ સાહિબ અને ગીતા જેવા ધાર્મિક ગ્રંથોને તો છોડી દો. બાકી તો તમે જે કરી રહ્યા છો તે દેખાઇ રહ્યું છે. કોર્ટે ફિલ્મના નિર્માતા, નિર્દેશક સહિત અન્ય પ્રતિવાદી પાર્ટીઓની કોર્ટમાં ગેરહાજરી અંગે પણ ઝાટકણી કાઢી હતી. અધિવક્તા રંજન અગ્નિહોત્રીએ સેંસર બોર્ડ દ્વારા હજી સુધી જવાબ દાખલ નહી કરવા અંગે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.ફિલ્મમાં વિવાદાસ્પદ તથ્યો અંગે પણ માહિતગાર કર્યા હતા.
કયા સિન્સ પર વિરોધ
રાવણ દ્વારા ચામાચીડીયાના માસ ખવડાવવા, સીતાજીને બ્લાઉઝ વગર દેખાડવા, કાળા રંગની લંકા, ચામાચીડાયાને રાવણનું વાહન દર્શાવવા, સુષૈણ વૈદ્યના બદલે વિભીષણની પત્ની દ્વારા લક્ષ્મણને સંજીવની દેતા દેખાડવા ઉપરાંત કેટલાક વિવાદાસ્પદ ડાયલોગ સહિતના ફેક્ટ્સ અંગે કોર્ટને અવગત કરાવી હતી. જે અંગે કોર્ટે પણ સંમતી વ્યક્ત કરી હતી. આ મામલે આગામી સુનાવણી 27 જુનના રોજ થશે.
ADVERTISEMENT