Powerful Passport ની યાદીમાં ભારતનું ચોંકાવનારું રેન્કિંગ, જુઓ યાદીમાં Pakistan કેટલામાં ક્રમે

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોચ પર, ફ્રાંસની સાથે જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન

વિશ્વમાં ક્યાં દેશનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફુલ

passport ranking

follow google news

World's most powerful passport list: હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 (Henley Passport Index) જાહેર કરવામાં આવ્યો છે જેમાં ફ્રાન્સે ટોચનું સ્થાન મેળવ્યું છે. ફ્રેન્ચ પાસપોર્ટ ધારકો 194 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતાઈ દર્શાવે છે કે તે સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે. Henley Passport Index માં ભારતે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતીય પાસપોર્ટ એક સ્થાન સરકીને 85માં સ્થાને આવી ગયો છે.  

વિશ્વમાં ક્યાં દેશનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફુલ

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોચ પર છે. ફ્રાંસની સાથે જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન ટોચના સ્થાને છે. હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન 193 વિઝા મુક્ત સ્થળો સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રિયા 192 વિઝા ફ્રી ડેસ્ટિનેશન સાથે ત્રીજા સ્થાને છે.

ભારતના રેન્કિંગમાં ઘટાડો આશ્ચર્યજનક વાત 

ગયા વર્ષની સરખામણીમાં 2024માં ભારતના પાસપોર્ટમાં એક સ્થાનનો ઘટાડો થયો છે. ગયા વર્ષે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 84માં ક્રમે હતું, પરંતુ આ વર્ષે તે 85માં સ્થાને આવી ગયું છે. રેન્કિંગમાં ભારતનો ઘટાડો થોડો આશ્ચર્યજનક છે કારણ કે ગયા વર્ષે, જ્યારે ભારતીય પાસપોર્ટ ધારકો 60 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, ત્યારે આ વર્ષે વિઝા મુક્ત દેશોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે.

તાજેતરમાં ઈરાને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. ભારતીય પ્રવાસીઓ 15 દિવસ માટે ઈરાનમાં વિઝા-મુક્ત પ્રવાસનો લાભ લઈ શકે છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રીલંકા પણ તે દેશોમાં સામેલ છે જેમણે તાજેતરમાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.

પાકિસ્તાન અને માલદીવનું પાસપોર્ટ રેન્કિંગ

પાકિસ્તાનના રેન્કિંગની વાત કરીએ તો ગયા વર્ષની જેમ આ વખતે પણ તે 106માં સ્થાને છે. ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ પણ ગયા વર્ષની સરખામણીમાં એક સ્થાન નીચે 101માથી 102મા ક્રમે આવી ગયો છે. ભારતના દરિયાઈ પડોશી માલદીવનો પાસપોર્ટ પહેલા જેવો જ મજબૂત છે. માલદીવિયન પાસપોર્ટ 58માં ક્રમે છે અને માલદીવિયન પાસપોર્ટ ધારકો 96 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.
 

    follow whatsapp